સિટી એ પોલીસ સ્ટેશનના એનડીપીએસ એકટના ગુનામાં ફરાર આરોપીને જામનગર એસઓજીએ મુંબઇથી ઝડપી લઇ આગળની કાર્યવાહી માટે સિટી એ પોલીસને સોંપી આપ્યો હતો.
આ અંગેની વિગત મુજબ, ગત તા.11/07/2021 ના રોજ જામનગર એસઓજીએ રૂા.2,70,000 ની કિંમતના ગેરકાયદેસર માદક પદાર્થ મેફેડ્રોન પાઉડર સાથે કુલ બે આરોપીઓ વિરૂધ્ધ સિટી એ માં એન.ડી.પી.એસ. એકટની કલમ મુજબ ગુનો દાખલ કરાવ્યો હતો. આ કેસનો ફરાર આરોપી શોધવા એસઓજી ટીમના એએસઆઈ વિક્રમસિંહ ઝાલા, હેકો દિનેશભાઈ સાગઠીયા, હર્ષદભાઈ ડોરિયા, અનિરૂધ્ધસિંહ ઝાલા તથા રવિભાઈ બુજડ, મહારાષ્ટ્ર ખાતે આરોપીની શોધખોળ માટે ગયા હતાં. જ્યાંથી આરોપી નાગપાળા વિસ્તાર ડીમતીમકર રોડ પર હોવાની બાતમીના આધારે એસઓજીએ સદર જગ્યાએથી આરોપી ફહીમ ઉર્ફે મેપ મોહમદસલીમ શેખ નામના શખ્સને ઝડપી લીધો હતો અને આરોપીને હસ્તગત કરી જામનગર લાવી વધુ કાર્યવાહી માટે સિટી એ પોલીસને સોંપી આપ્યો હતો.