Monday, December 23, 2024
Homeરાજ્યખંભાળિયાના આરટીઓ અધિકારીઓને વિદાયમાન અપાયું

ખંભાળિયાના આરટીઓ અધિકારીઓને વિદાયમાન અપાયું

બદલી પામેલા અધિકારીને સન્માનિત કરાયા

- Advertisement -

દ્વારકા જિલ્લાના આરટીઓ વિભાગના મુખ્ય અધિકારીઓની તાજેતરમાં બદલી થતાં આ અધિકારીને ભાવભરી રીતે વિદાયમાન આપવા માટેનો એક સમારોહ ખંભાળિયા સ્થિત આરટીઓ કચેરી ખાતે યોજવામાં આવ્યો હતો.
દ્વારકા જિલ્લાના મુખ્ય મથક ખંભાળિયા સ્થિત આરટીઓ કચેરીના મુખ્ય અધિકારી તરીકે ફરજ બજાવતા એ.આર.ટી.ઓ. ચિરાગ આઈ. મહેરાની બદલી તાજેતરમાં અમદાવાદ ખાતે તથા આસિસ્ટન્ટ ઇન્સ્પેક્ટર તરીકે ફરજ બજાવતા એસ.કે. કોડીયાતરની બદલી પોરબંદર ખાતે તથા આ બંને અધિકારીઓને ગત રાત્રે અહીંની આરટીઓ કચેરી ખાતે વિદાયમાન આપવામાં આવ્યું હતું.

- Advertisement -

જિલ્લાના વિવિધ વિભાગના અધિકારીઓ તેમજ આરટીઓ કર્મચારીઓ, આગેવાનો વિગેરેની ઉપસ્થિતિમાં યોજવામાં આવેલા આ વિદાય સમારંભમાં ઉદબોદન કરતા એ.આર.ટી.ઓ. ચિરાગ મહેરાએ જણાવ્યું હતું કે દેવભૂમિ દ્વારકા જિલ્લામાં તેમના છેલ્લા સાડા પાંચ વર્ષ જેટલા ફરજકાળ દરમિયાન કામગીરી માટે સ્ટાફ સાથે આમ જનતાનો પણ નોંધપાત્ર સહયોગ સાંપળ્યો છે. જિલ્લામાં કરવામાં આવેલી કામગીરી તેઓ માટે સદૈવ અવિસ્મરણીય રહેશે. વતનથી ખૂબ જ દૂર તેમને સોંપવામાં આવેલી ફરજ અંગેની કામગીરી તેઓએ બિનવિવાદાસ્પદ રીતે અને સુપેરે સંપન્ન કરતા તેમને આનંદ સાથે સંતોષ વ્યક્ત કરી, સૌનો આભાર માન્યો હતો.

આ સાથે છેલ્લા આશરે ચાર વર્ષના સમયગાળા દરમિયાન દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ફરજ બજાવી અને બદલી પામેલા આસિસ્ટન્ટ ઇન્સ્પેક્ટર એસ.કે. કોડીયાતરે પ્રાસંગિક ઉદ્બોધનમાં તેમને ફરજ માટે સહકાર આપનાર સૌનો ઋણ સ્વીકાર કરી, પુન: સેવા માટે આ જિલ્લામાં આવવાની મહેચ્છા વ્યક્ત કરી હતી. આ ઉપરાંત સુરતથી દેવભૂમિ દ્વારકા જિલ્લામાં આસિસ્ટન્ટ ઇન્સ્પેક્ટર તરીકે બદલી પામીને આવેલા અને ખંભાળિયા તાલુકાના મૂળ વતની એવા અધિકારી ડી.જે. આંબલીયાનું પણ સ્વાગત-સન્માન કરાયું હતું.

- Advertisement -

આ વિદાય સમારંભમાં બદલી પામેલા અધિકારી ચિરાગ મહેરા તથા એસ.કે. કોડીયાતરની પ્રસંશનિય કામગીરીને સૌ કોઈએ બિરદાવી તેમની નોંધપાત્ર અને નમૂનેદાર કામગીરી અવિસ્મરણીય બની રહેશે તેવા પ્રતિભાવો વ્યક્ત કર્યા હતા. જેમાં પોરબંદરના એ.આર.ટી.ઓ. બી.એમ. ચાવડા, જિલ્લા તિજોરી અધિકારી છેલ્લાણા, અહીંના જીએસટી આસિસ્ટન્ટ કમિશનર દેસાઈ, સહિતના અધિકારીઓ ખાસ ઉપસ્થિત રહ્યા હતા.

આ પ્રસંગે અધિકારીઓને સ્મૃતિચિહ્ન, સાલ તથા પુષ્પગુચ્છ વડે સન્માનિત કરવામાં આવ્યા હતા. જેમાં પીઠ આગેવાન મહેન્દ્રભાઈ જોશી, નિવૃત્ત અધિકારી એચ.ઓ. ટીલાવત, પત્રકાર કુંજન રાડિયા, અગ્રણી ઇન્દ્રજીતસિંહ પરમાર સાથે આરટીઓના કર્મચારીઓ, મોટરિંગ પબ્લિક વિગેરે મોટી સંખ્યામાં જોડાયા હતા. આ સમગ્ર કાર્યક્રમનું સુંદર અને સફળ સંચાલન આરટીઓના સિનિયર ક્લાર્ક પિયુષ કુબાવતે કર્યું હતું.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular