Tuesday, December 24, 2024
Homeરાષ્ટ્રીયજિંદગી સામેનો જંગ હારી ગયા રાજુ શ્રીવાસ્તવ

જિંદગી સામેનો જંગ હારી ગયા રાજુ શ્રીવાસ્તવ

- Advertisement -

આજે સવારે કોમેડિયન રાજુ શ્રી વાસ્તવનું નિધન થયું છે. તેઓ ઘણા દિવસથી એઈમ્સમાં વેન્ટિલેટર સિસ્ટમ પર હતા. નોંધનીય છે કે જિમમાં એક્સર્સાઈઝ કરતા સમયે તેમને હાર્ટ-એટેક આવ્યો હતો. રાજુ શ્રીવાસ્તવ છેલ્લા 40 દિવસથી વેન્ટિલેટર પર હતા. તેમની 10 વર્ષમાં ત્રણવાર એન્જિયો પ્લાસ્ટી કરવામાં આવી હતી. 10 વર્ષ પહેલાં મુંબઈની કોકિલાબેન ધીરુભાઈ અંબાણી હોસ્પિટલમાં, સાત વર્ષ પહેલાં મુંબઈની લીલાવતી હોસ્પિચલમાં એન્જિયોપ્લાસ્ટી થઈ હતી. ત્યાર બાદ 10 ઓગસ્ટે ત્રીજીવાર એન્જિયોપ્લાસ્ટી કરવામાં આવી હતી. હોસ્પિટલના ડોક્ટરે પરિવારને કહ્યું હતું કે રાજુ ભલે પ્રતિક્રિયા ના આપે, પરંતુ તેઓ આસપાસનો અવાજ સાંભળે છે. જો તેમની કોઈ પ્રિય વાત કે અવાજ તેઓ સાંભળશે તો મગજ વધુ સક્રિય થશે. રિકવરીમાં સરળતા રહેશે.

- Advertisement -

પરિવારને તરત જ ખ્યાલ આવ્યો કે રાજુ બોલિવૂડ દિગ્ગજ અમિતાભ બચ્ચનને આદર્શ માને છે અને તેમનો અવાજ ગમે છે. પરિવારે બિગ બીની ઓફિસમાં ફોન કરીને રાજુની તબિયત અંગે માહિતી આપી હતી. બિગ બીની ઓફિસ તરફથી કહેવામાં આવ્યું કે અમિતાભ રાજુને એડમિટ કરવામાં આવ્યા ત્યારથી તેમણે ફોન પર મેસેજ મોકલ્યા છે. પરિવારે ફોન જોયો તો અમિતાભના 10 મેસેજ વાંચ્યા વગરના હતા. પરિવારે પછી બિગ બીને વિનંતી કરી કે તે આ જ મેસેજ ઑડિયોમાં મોકલે, જેથી રાજુને સંભળાવી શકાય. અમિતાભ બચ્ચનને ડોક્ટરે જે વાત કહી હતી એ પણ કહેવામાં આવી હતી. ત્યાર બાદ પાંચ મિનિટની અંદર બિગ બીએ એક ઑડિયો મેસેજ મોકલ્યો હતો. બિગ બીએ કહ્યું હતું, ’રાજુ ઊઠ, બસ હવે બહુ થયું. હજી બહુ જ કામ કરવાનું છે. જલદીથી ઊઠી જા અને બધાને હસાવતો રહે.’ પરિવાર આ મેસેજ વચ્ચે વચ્ચે રાજુને સંભળાવે છે. રાજુ શ્રીવાસ્તવના પ્રવક્તાએ કહ્યું હતું કે બિગ બીના ઑડિયો મેસેજથી બોડીમાં મૂવમેન્ટ વધી હતી. જોકે બ્રેન રિસ્પોન્સ નથી કરતું એ ચિંતાની વાત હતી.

ડોક્ટર્સે જૂના રિપોર્ટ્સ મગાવ્યા થોડા દિવસ પહેલાં રાજુ શ્રીવાસ્તવના નિકટના મિત્ર મકબૂલ નિસારે કહ્યું હતું, ’રાજુની તબિયત હાલમાં સ્થિર છે. ડોક્ટર્સની ટીમે રાજુના જૂના મેડિકલ રિપોર્ટ મગાવ્યા છે. આના આધારે ડોક્ટર્સ બાયપાસ સર્જરી કરવાનો નિર્ણય લેશે. આમ તો રાજુ સતત ફિટ એન્ડ ફાઇન રહ્યા છે અને નિયમિત જિમ કરે છે. તેમના અનેક શહેરમાં શો લાઇન અપમાં છે. 31 જુલાઈથી સતત શો કર્યા હતા.’

- Advertisement -

કોમેડિયન રાજુ શ્રીવાસ્તવ એક મહિનાથી નવી દિલ્હીની એઇમ્સ હોસ્પિટલમાં એડમિટ હતા. 10 ઓગસ્ટના રોજ તેમને દિલ્હીની હોટલના જિમમાં હાર્ટ-અટેક આવ્યો હતો અને ત્યારે તેને એઇમ્સ હોસ્પિટલમાં એડમિટ કરવામાં આવ્યો હતો. રાજુને હોસ્પિટલમાં એડમિટ થયે આજે એટલે કે 10 સપ્ટેમ્બરના રોજ એક મહિનો થયો છે. આ એક મહિનામાં બેવાર રાજુની તબિયત ખરાબ થઈ હતી. પરિવારે કહ્યું હતું કે સાત સપ્ટેમ્બરે રાત્રે 2 વાગ્યાથી ગુરુવાર આઠ સપ્ટેમ્બરના રોજ સવારે આઠ સુધી આંખમાં મૂવમેન્ટ જોવા મળી હતી, પરંતુ ડોક્ટર્સે કહ્યું હતું કે તેને હોશ આવ્યો તેમ કહી શકાય નહીં.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular