Wednesday, December 25, 2024
Homeરાજ્યખંભાળિયા સહિત દ્વારકા જિલ્લામાં પશુપાલકોએ દુધ વિતરણ બંધ રાખ્યું

ખંભાળિયા સહિત દ્વારકા જિલ્લામાં પશુપાલકોએ દુધ વિતરણ બંધ રાખ્યું

- Advertisement -
રાજ્ય સરકાર દ્વારા પશુઓને લગતા કેટલાક આકરા નિયમો તથા રજુ કરવામાં આવેલા બિલને પરત ખેંચવાના મુદ્દે સમગ્ર રાજ્ય ભરના પશુપાલકો તથા માલધારીઓમાં ઉગ્ર રોશની લાગણી પ્રસરી જવા પામી છે. આ મુદ્દે સમગ્ર રાજ્યમાં આજરોજ બુધવારે પશુપાલકો દ્વારા દૂધનું વિતરણ બંધ કરી, એક દિવસની હડતાલનું એલાન આપવામાં આવ્યું હતું.
આ મુદ્દે દેવભૂમિ દ્વારકા જિલ્લામાં પણ પશુપાલનના વ્યવસાય સાથે સંકળાયેલા માલધારી વર્ગની એક બેઠક ગઈકાલે ખંભાળિયા ખાતે યોજવામાં આવી હતી. આ બેઠકમાં સરકારની નીતિ-રીતી તથા કેટલીક બાબતોનો વિરોધ વ્યક્ત કરવામાં આવ્યો હતો. આ બેઠકમાં આજરોજ બુધવારે સમગ્ર પંથકના માલધારીઓ તેમજ પશુપાલકો એક દિવસ દૂધનું વિતરણ બંધ કરી વિરોધમાં જોડાશે તેમ નક્કી કરવામાં આવ્યું હતું. જેના અનુસંધાને ખંભાળિયા સહિતના વિસ્તારોમાં માલધારીઓએ આજરોજ દૂધનું વિતરણ બંધ રાખ્યું હતું.
આજે સ્થાનિક દૂધ વિતરણ કરતા માલધારી વર્ગ દ્વારા દૂધનો સપ્લાય ન કરાતા ઉપરાંત આંદોલનને કેટલાક ડેરીના સંચાલકોએ પણ ટેકો આપી, દૂધનું વેચાણ બંધ રાખતા લોકો મુશ્કેલીમાં મુકાયા હતા. જો કે આ હડતાલના એલાનના પગલે ગઈકાલે અને દૂધ વિતરણ સ્થળોએથી લોકોએ દૂધની ખરીદી કરી લીધી હતી.
- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular