જામનગરના સાધના કોલોની જલારામ ચોક વિસ્તારમાંથી પોલીસે એક શખ્સને રૂા.500 ની કિંમતની એક નંગ દારૂની બોટલ સાથે ઝડપી લઇ કાયદેસરની કાર્યવાહી કરી હતી.
આ અંગેની વિગત મુજબ, જામનગર શહેરના સાધના કોલોની જલારામ ચોક રાજહંશ લોન્ડ્રી પાસેથી પોલીસે પુનિત બિપીન દાણીધર નામના યુવાનને રૂા.500 ની કિંમતની એક નંગ વિદેશી દારૂની બોટલ સાથે ઝડપી લીધો હતો અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.