Monday, December 23, 2024
Homeરાજ્યજામનગરચોરાઉ મોટરસાયકલ સાથે બે શખ્સોને ઝડપી લેતી દ્વારકા એસઓજી

ચોરાઉ મોટરસાયકલ સાથે બે શખ્સોને ઝડપી લેતી દ્વારકા એસઓજી

- Advertisement -

દ્વારકા એસઓજીએ દ્વારકાના બે શખ્સોને ચોરાઉ મોટર સાયકલ સાથે ઝડપી લઇ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

- Advertisement -

આ અંગેની વિગત મુજબ એસઓજીના અશોકભાઇ સવાણી, પો.કો. જીવાભાઇ ગોજીયા, લોકરક્ષક પ્રવીણભાઇ મથ્થર, સુનિલભા માણેક સહિતના સ્ટાફ પેટ્રોલિંગમાં હતાં તે દરમ્યાન એસઓજી સ્ટાફને એક શખ્સ શંકાસ્પદ મોટરસાયકલ ઉઠાતંરી કરી ફરતો હોવાની અને હાલ દ્વારકાના સુદામા સેતુ ખાતે આવતો હોવાની બાતમી મળી હતી.મળેલ બાતમીના આધારે એસઓજી સ્ટાફે નંબર પ્લેટ વગર મોટરસાયકલ લઇને નિકળતા જતીન પ્રતાપ વાઢેર અને સુભમ વિનોદ મોદીને રોકતા કોઇ સંતોષકારક જવાબ આપી શકયા ન હતા અને તેમની પાસે મોટરસાયકલના કાગળો પણ ન હોય નંબર પ્લેટ વગરની હિરો હોન્ડા કંપનીના મોટર સાયકલને એસઓજી દ્વારા શક પડતી મિલ્કત તરીકે કબ્જે કરી બંન્ને શખ્સોની પુછપરછ હાથ ધરતાં આરોપીઓએ મોટરસાયકલ જામનગર બસ સ્ટેન્ડની સામેની શેરીમાંથી ચોરી કર્યાની કેફિયત આપી હતી. એસઓજી દ્વારા બંન્ને આરોપીઓને વધુ કાર્યવાહી અર્થે દ્વારકા પોલીસને સોંપી આપ્યા હતાં.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular