મહેસુલ કર્મચારીઓના પડતર પ્રશ્ર્નો અંગે અનેક વખત રજૂઆત કરવામાં આવી હોવા છતાં સમસ્યાનું નિરાકરણ ન આવતા તા.19 ના કર્મચારીઓ માસ-સીએલ ઉપર ઉતરી વિરોધ પ્રદર્શન કર્યુ હતું તેમજ આગામી તા.27 સપ્ટેમ્બરથી અચોકકસ મુદ્તની હડતાલ ઉપર ઉતરશે.
ગુજરાત રાજ્ય મહેસુલી કર્મચારી મહામંડળ દ્વારા મહેસુલી કર્મચારીઓના પ્રમોશન, બઢતી, બદલી, જુની પેન્શન યોજના ચાલુ કરવી, સાતમા પગાર પંચના તમામ ભથ્થાઓ એરીયસ સહિત ચૂકવવા વર્ષ 2012 ના કલાર્કને નાયબ મામલતદારમાં પ્રમોશન આપવા સહિતના વિવિધ પડતર પ્રશ્ર્નો અંગે અનેક વખત રજૂઆતો કરવામાં આવી હોવા છતાં સમસ્યાનો કોઇ ઉકેલ ન આવતા તા.19 ના રોજ મહેસુલી કર્મચારીઓ તેમજ જામનગર જિલ્લા રેવન્યુ કર્મચારી મંડળ દ્વારા માસ-સીએલ ઉપર જઇ વિરોધ નોંધાવ્યો હતો અને જો આ અંગે કોઇ ઉકેલ નહીં આવે તો આગામી તા.27 સપ્ટેમ્બરના અચોકકસ મુદ્તની હડતાલ ઉપર ઉતરવાની ચિમકી ઉચ્ચારી છે.