જામનગર શહેરમાં સમર્પણ સર્કલ વાસાવિરા સોસાયટી ગોલ્ડનનેસ્ટ કોમ્પલેક્ષમાં દુકાનમાં બે શખ્સો એ ફરિયાદીનો સામાન લેવામાં ઉલજાવી રાખી અન્ય શખ્સે ફરિયાદીની દુકાનના ટેબલના ખાનામાં રાખેલ રૂા.24 હજારની રોકડની ઉઠાંતરી કરી નાશી ગયા હતાં. આ અંગે પોલીસ દ્વારા બે શખ્સો વિરૂધ્ધ ગુનો નોંધી તેની શોધખોળ હાથ ધરી હતી.
આ અંગેની વિગત મુજબ, જામનગર શહેરમાં સમર્પણ સર્કલ વાસાવિરા સોસાયટી ગોલ્ડનનેસ્ટ કોમ્પલેક્ષમાં સહજાનંદ સેનેટરી નામની દુકાનમાં ગત તા.16 સપ્ટેમ્બરના રોજ ફરિયાદી ભાવનાબેન રમેશભાઇ ધારવીયા દુકાનમાં હાજર હતાં તે વખતે બે અજાણી વ્યકિતઓ દુકાનમાં પ્રવેશ કરી એક વ્યકિત ફરિયાદીને સામાન લેવામાં ઉલજાવી રાખ્યા હતાં તે દરમિયાન બીજી વ્યકિતએ ફરિયાદીની દુકાનના ટેબલના ખાનામાં રાખેલ આશરે રૂા.24 હજારની રોકડનીચોરી કરી બન્ને શખ્સો નાશી ગયા હતાં. આ અંગે ભાવનાબેનની ફરિયાદના આધારે બે શખ્સો વિરૂધ્ધ ગુનો નોંધી પીએસઆઈ એસ.એમ. સિસોદીયા દ્વારા બે શખ્સોની શોધખોળ હાથ ધરી હતી.