જામનગર તાલુકાના જામવણથલી ગામમાં રહેતા વૃધ્ધને આ જ ગામમાં રહેતા શખ્સ દ્વારા પેટના પડખામાં ઢીકા મારી મુંઢ ઈજાઓ પહોંચાડી જ્ઞાતિ પ્રત્યે અપમાનિત કર્યાની વૃદ્ધ દ્વારા ફરિયાદ નોંધાવાતા પોલીસે શખ્સ વિરૂધ્ધ ગુનો નોંધી શોધખોળ હાથ ધરી હતી.
આ અંગેની વિગત મુજબ, જામનગર તાલુકાના જામવણથલી ગામમાં રહેતા ભુરાભાઈ મેઘજીભાઈ પરમાર નામના વૃધ્ધ ઉપર આ જ ગામમાં રહેતો નરેન્દ્ર ઉર્ફે પિન્ટુ ઈશ્ર્વર રાઠોડ નામના શખ્સે જામવંથલી ગામના નદીના કાંઠે ગોદરવા આવેલ બાકડા પાસે પેટના પડખામાં ઢીકા મારી મુંઢ ઈજા પહોંચાડી તેમજ જ્ઞાતિ પ્રત્યે અપમાનિત કરી ગાળો આપ્યાની ભુરાભાઈ દ્વારા ફરિયાદ નોંધાવતા પોલીસે નરેન્દ્ર વિરૂધ્ધ ગુનો નોંધી તેની શોધખોળ હાથ ધરી હતી.


