Tuesday, December 24, 2024
Homeરાજ્યજામનગરએસ.ટી. નિગમના ખાનગી કરણના વિરોધમાં એસ.ટી. કર્મચારીઓનું વિરોધ પ્રદર્શન

એસ.ટી. નિગમના ખાનગી કરણના વિરોધમાં એસ.ટી. કર્મચારીઓનું વિરોધ પ્રદર્શન

- Advertisement -

ગુજરાત સ્ટેટ ટ્રાન્સપોર્ટ વર્કર્સ ફેડરેશન (મજૂર મહાજન), ગુજરાત રાજ્ય એસ.ટી. કર્મચારી મહામંડળ (ઈન્ટુક) તથા ગુજરાત એસટી મજદૂર મહાસંઘ દ્વારા વિવિધ પડતર પ્રશ્ર્નો અંગેની ગઈકાલે રવિવારે યોજાયેલી બેઠક અનુસંધાને વિરોધ પ્રદર્શન અને આંદોલનાત્મક કાર્યક્રમો જાહેર કર્યા હતાં. જેના ભાગરૂપે આજરોજ જામનગર એસ.ટી.ના કર્મચારીઓ દ્વારા પોતાના ફરજ સ્થળે કાળીપટ્ટી ધારણ કરી સૂત્રોચ્ચાર કરી વિરોધ પ્રદર્શન કર્યુ હતું.

- Advertisement -

એસ.ટી.નિગમના મેનેજમેન્ટ અને ખાનગીકરણ, એસ.ટી. નિગમના આવકવાળા એકસપ્રેસ રૂટોમાં ખાનગી બસો ભાડે લઇ સંચાલનમાં મૂકી મળતિયાઓને ફાયદો કરાવવા તેમજ પ્રજાની સસ્તી અને સરળ સેવાઓ છીનવા, ખાનગીકરણને કારણે નોકરિયાત વર્ગની મુસાફરીમાં 50 ટકાની રાહત છીનવાશે, વિદ્યાર્થીઓને તથા વિદ્યાર્થિનીઓની પણ રાત છીનવાશે સહિતના પ્રશ્ર્નોને લઇ એસ.ટી. નિગમના કર્મચારીઓ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. જેના ભાગરૂપે તા.17 અને 20 ના રોજ કર્મચારીઓ દ્વારા કાળી પટ્ટી ધારણ કરી ફરજ બજાવી તેમજ રિસેસ સમય દરમિયાન સૂત્રોચ્ચાર કરી વિરોધ પ્રદર્શન કરાયું હતું.

આ ઉપરાંત તા.21 અને તા.22 બે દિવસ તમામ કર્મચારીઓ ઘંટનાદ કરી વિરોધ પ્રદર્શન કરશે અને તા.22 ના મધ્યરાત્રિથી નિગમના તમામ કર્મચારીઓ પડતર પ્રશ્ર્નોનું નિરાકરણ ન આવે ત્યાં સ્વયંભૂ માસ સીએલ ઉપર ઉતરશે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular