જામનગર મહાનગરપાલિકાના કમિશનર વિજયકુમાર ખરાડીની સુચના અન્વયે ફૂડ શાખા દ્વારા શહેરના અલગ-અલગ વિસ્તારોમાં નવાગામ ઘેડ, રામેશ્ર્વર, પટેલકોલોની, યાદવનગર, સાતનાલા, બેડેશ્ર્વરમાં આવેલી ધનલક્ષ્મી પાણીપુરી, સંતરામ પાણીપુરી, કાલુભાઇ કુશવાહ, સુમન કુશવાહ, બજરંગ પાણીપુરી, લખપત કુશવાહ, જયેશ કુશવાહ, રામ પાણીપુરી, જીતુભાઇ કુશવાહ, સોનુભાઇ પાણીપુરી, જે.કે.ફૂડ ઝોન, શ્યામ પાણીપુરી, શ્યામસુંદર પાણીપુરી, રામપાલ ધુધરાવારા, સપના પાણીપુરી, શિવમ કુમાર, કિષ્ના પાણીપુરી, મુરલીધર પાણીપુરી, મુસ્કાન પાણીપુરી, જયમહાકાલી પાણીપુરી, મુકેશ પાણીપુરી, બજરંગ પાણીપુરી સેન્ટર, અજાણસિંહ, સુંદર કુશવાહ, રામકુમાર પાણીપુરીના વિક્રેતાને ત્યા ચેકીંગ દરમ્યાન 60 કિલો બટેટા, 53 કિલો ચટણી અને 15 કિલો તેલ અનહાઇજેનિક જણાતા સ્થળ ઉપર નાશ કરાયો હતો. તેમજ જે.કે.ફૂડ ઝોનમાં ચેકિંગ દરમ્યાન 10 કિલો મંચુરિયન, 2 કિલો ડ્રેગન પોટેટો તથા 1 કિલો રાઇઝ વાસી જણાતા સ્થળ પર જ નાશ કરવામાં આવ્યો હતો. તેમજ લુઝ પાણીના એકમોને ત્યાં ચેકિંગ દરમ્યાન બીઆઇએસ સર્ટીફિકેટ અને ફુડ લાયસન્સ મેળવી લેવા નોટીસ ફટકારી હતી.
જેમાં વિક્રેતાઓને મહાનગરપાલિકા ના એફ.એસ.ઓ. એ રૂબરૂ ઇન્સપેક્સન દરમિયાન સાફ સફાઈ અને સ્વછતા જાળવવી, હાઇજેનિક કંડીશન મેઇન્ટેઇન કરવી, ખાદ્ય પદાર્થ ઢાંકીને રાખવા અંગે તાકીદ કરવામાં આવ્યા હતાં.