જામનગર શહેરના દિ.પ્લોટ વિસ્તારમાં રહેતાં શખ્સના મકાનમાંથી પોલીસે રેઈડ દરમિયાન તલાસી લેતા રૂા.26800 ની કિંમતની 40 બોટલ મળી આવતા અટકાયત કરી તપાસ હાથ ધરી હતી. જામનગરના ઈન્દિરા સોસાયટીમાં રહેતા શખ્સના મકાનમાંથી તલાસી દરમિયાન 12 બોટલ મળી આવતા પોલીસે શખ્સની શોધખોળ આરંભી હતી.
દારૂ અંગેના દરોડાની વિગત મુજબ, પ્રથમ દરોડો જામનગર શહેરના દિ.પ્લોટ 64 માં રહેતાં ભરત ટેકચંદ રામનાણી નામના શખ્સના મકાનમાં દારૂનો જથ્થો હોવાની બાતમીના આધારે સિટી એ ડીવીઝન પોલીસ સ્ટાફે રેઈડ દરમિયાન તલાસી લેતા મકાનમાંથી રૂા.26800 ની કિંમતની 40 બોટલ દારૂ મળી આવતા પોલીસે ભરતની ધરપકડ કરી પૂછપરછ હાથ ધરી હતી. બીજો દરોડો, જામનગર શહેરના નવાગામ ઘેડ ઈન્દિરા સોસાયટીમાં રહેતાં વિશાલ ઉર્ફે ધવન હિતેશ સોલંકી નામના શખ્સના મકાનમાંથી સિટી સી ડીવીઝન પોલીસે તલાસી લેતા રૂા.6000 ની કિંમતની દારૂની 12 બોટલ મળી આવતા પોલીસે નાશી ગયેલા વિશાલની શોધખોળ માટે ચક્રો ગતિમાન કર્યા હતાં.
ત્રીજો દરોડો, જોડિયા તાલુકાના ખીરી-રામપર રોડ પરથી પસાર થતા દિનેશ મકવાણા નામના શખ્સને જોડિયા પોલીસે આંતરીને તલાસી લેતા તેના કબ્જામાંથી રૂા.400 ની કિંમતની દારૂની બોટલ મળી આવતા પોલીસે 15 હજારનું બાઈક અને દારૂની બોટલ સાથે દિનેશની અટકાયત કરી હતી.