ખંભાળિયા-દ્વારકા હાઈ-વે પર અત્રેથી આશરે ત્રણ કિલોમીટર દૂર આહિર ક્ધયા છાત્રાલય નજીકના હાઈ-વે માર્ગ પર જી.જે. 10 સી.જી. 7460 નંબરના ફોર વ્હીલર વાહનના ચાલકે આ માર્ગ પર મોટરસાયકલ પર જઈ રહેલા અરજણભાઈ વરવાભાઈ ડાંગર તથા તેમના ધર્મપત્ની વેજીબેન સાથેના મોટરસાયકલને પાછળથી ઠોકર મારતા બાઈક પર જઈ રહેલા અરજણભાઈ તથા વેજીબેન ફંગોળાઈ ગયા હતા. આ અકસ્માતમાં અરજણભાઈને ફ્રેક્ચર સહિતની ઈજાઓ તથા વેજીબેનને પણ મૂઢ ઈજાઓ થયાનું જાહેર થયું છે. આ સમગ્ર બનાવ અંગે નારણભાઈ અરજણભાઈ ડાંગર (ઉ.વ. 23, રહે. બજરંગ રેસીડેન્સી) ની ફરિયાદ પરથી ખંભાળિયા પોલીસે અજાણ્યા કારના ચાલક સામે આઈ.પી.સી. કલમ 337, 338 તથા એમ.વી. એક્ટની કલમ મુજબ ગુનો નોંધી, આગળની તપાસ હાથ ધરી છે.