ભારતના વડાપ્રધાન અને વૈશ્વિક નેતા નરેન્દ્રભાઇ મોદીના જન્મદિવસ નિમિત્તે સર્વરોગ નિદાન મેગા કેમ્પ અને રક્તદાન શિબિરનું 12-જામનગરના સંસદસભ્ય પૂનમબેન માડમ દ્વારા બહોળા જનસમુદાય માટે સુદ્રઢ અને અનન્ય આયોજન કરવામાં આવ્યું છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સેવા અને સંકલ્પના ધ્યેયને સિધ્ધ કરવા સ્વસ્થ ભારતની દિશામાં વધુ એક પહેલ દ્વારા જન-જનના આરોગ્યને સુનિશ્ર્ચિત કરવા અન ભવ્ય પ્રકલ્પનું જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લાના નાગરિકો માટે સર્વ જન હિતાય સર્વ જન સુખાયના ઉમદા હેતુ સાથે કરવામાં આવ્યું છે. જેમાં રાજ્યભરના નામાંકિત અને નિષ્ણાંત એવા સ્પેશ્યાલીસ્ટ, સુપર સ્પેશ્યાલીસ્ટ ડોકટરો દ્વારા નિદાન કરવામાં આવશે. જેથી જુદા જુદા રોગ અને તકલીફોનો સચોટ ઇલાજ મળી રહે જે સ્વસ્થ ભારત સાર્થક કરવાની દિશામાં અત્યંત આવશ્યક પ્રકલ્પ બની રહેશે. માટે રોગ નિદાન-સારવારનો લાભ લઇ તંદુરસ્તી મેળવવા અને મેગા બ્લ્ડ ડોનેશન કેમ્પમાં ભાગ લઇ સેવા યજ્ઞને દિપાવવા સંસદસભ્ય પૂનમબેન માડમએ જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લાના નાગરિકોને અનુરોધ કર્યો છે.
વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના જન્મ દિવસ નિમિત્તે સેવા પખવાડીયાની ઉજવણી અંતર્ગત જામનગર-દેવભૂમિ દ્વારકા જિલ્લાના સાંસદ પૂનમબેન માડમ દ્વારા આયોજિત અને સ્વ. હેમતભાઇ રામભાઇ માડમ મેમોરીયલ ટ્રસ્ટ તથા શિવાની ફાઉન્ડેશન દ્વારા પ્રાયોજિત મેગા સર્વરોગ નિદાન કેમ્પ અને રક્તદાન કેમ્પના આયોજનમાં સર્વરોગ નિદાન મેગા કેમ્પ તા. 17 અને 18 સપ્ટેમ્બરના સવારે 10થી 1, બપોરે 2 થી 5 વાગ્યા સુધી તેમજ રક્તદાન કેમ્પ તા. 17ના રોજ સવારે 10 થી 5 વાગ્યા સુધી હરિયા કોલેજ, ગોકુલનગર, જકાતનાકા આગળ, જામનગર ખાતે યોજાશે. જેમાં નિષ્ણાંત ડોકટરો દ્વારા રોગનું નિદાન કરી, જરુરી દવાઓ પુરી પાડવામાં આવશે. જેનો સૌ જનતાએ લાભ લેવા તેમજ રક્તદાન કેમ્પમાં રક્તદાતાઓને મિત્ર મંડળ સાથે રક્તદાન કરવા જાહેર જનતાને સંસદસભ્ય પૂનમબેન માડમએ અનુરોધ કર્યો છે.