જામનગર મહાનગરપાલિકાની ફુડ શાખા દ્વારા શહેરના અલગ-અલગ વિસ્તારોમાં પાણીપૂરી વિક્રેતાને ત્યા ચેકીંગ હાથ ધરવામાં આવ્યું હતું. 20 જેટલાં પાણીપુરી વિક્રેતાને ત્યા ચેકીંગ હાથ ધરી જરૂરી સૂચના આપી હતી. તેમજ 40 કિલો બટેટા અને 2 કિલો ચણા અનહાઇજેનિક જણાતા સ્થળ ઉપર નાશ કરાયો હતો.
જામનગર મહાનગરપાલિકા ના કમિશનર વિજયકુમાર ખરાડીની સુચના અન્વયે ફૂડ શાખા દ્વારા શહેર ના અલગ અલગ વિસ્તારમાં ઋજઘની ટીમદ્વારા પાણીપુરી વિક્રેતા ને ત્યાં તપાસ કામગીરી કરવામાં આવી હતી.
શહેરમાં શાસ્ત્રીનગર, શંકર ટેકરી, 49 માંડવરાય વાળી શેરી વિસ્તાર માં આવેલ મોહિત કુશવાહ, રીંકુ ચર્તુસિંહ કુશવાહ, પ્રજાપતિ વિશ્ર્વનુ, રાજુ કુશવાહ, અરવિંદ કુશવાહ, અનીલ પાણીપુરી વાલા, રાજેશ કુશવાહ, દિપક કુશવાહ, રામબાબુ, ભરત કુશવાહ, રંજન કુશવાહ, સવંત કુશવાહ, કપૂર સિંહ, ગોવિંદ ભટ્ટીપ્રશાદ, પવન કુશવાહ, કુલદીપ કુશવાહ, પ્રદીપ કુશવાહ, શિવકુમાર કુશવાહ, સોનીબેન સંજયભાઇ, મોહનલાલ કુશવાહપાણીપુરી વિક્રેતાઓને મહાનગરપાલિકા ના એફ.એસ.ઓ. એ રૂબરૂ ઇન્સપેક્સન દરમિયાન સાફ સફાઈ અને સ્વછતા જાળવવી,હાઇજેનિક કંડીશન મેઇન્ટેઇન કરવી,ખાદ્ય પદાર્થ ઢાંકીને રાખવા અંગે તાકીદ કરવામાં આવ્યા હતાં.
તેમજ શંકરટેકરી વિસ્તારમાં આવેલ પાણીપુરીના વિક્રેતાઓને ત્યાંથી 40 કિલો બટેટા અને 2 કિલો ચણા અનહાઇજેનિક કંડીશનમાં ખુલ્લા પડેલા જણાતા સ્થળ ઉપર નાશ કરાયો હતો.