અમદાવાદમાં ગુજરાત યુનિવર્સિટી નજીક એસ્પાયર નામના બિલ્ડિંગમાં બાંધકામનું કામ ચાલી રહ્યું હતું. આ દરમિયાન લિફ્ટ તૂટતાં 8 શ્રમિકનાં મોત થયાં હોવાના સમાચાર મળી રહ્યા છે. એસ્પાયર-2 નામના બિલ્ડિંગમાં બાંધકામ દરમિયાન સાતમા માળેથી લિફ્ટ તૂટતાં 8 મજૂરનાં મોત થયાં હોવાની વિગતો મળી રહી છે.
એસપાયર 2 નામની બિલ્ડીંગમાં સવારે 9:30 વાગ્યે આ દુર્ઘટના સર્જાઈ હતી. જેમાં ઘોઘંબા વિસ્તારના રહેવાસી મજૂરો કામ કરતા હતા અને તે દરમિયાન લિફ્ટ તૂટતા તેઓ નીચે પટકાયા હતા. હાલમાં ઘટના સ્થળે ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચી ગઈ છે. ફાયર બ્રિગેડના ઇન્ચાર્જ અધિકારી જયેશ ખડિયાએ જણાવ્યું હતું કે આ બાબતે અમને કોઈપણ પ્રકારની જાણ કરવામાં આવી નથી મીડિયા મારફતે અને મિત્રો દ્વારા મળી હતી. તે આધારે અમે અહીંયા તપાસ કરવા માટે આવ્યા છીએ. મૃત્યુ પામનારાઓમાં સંજય બાબુ નાયક, જગદીશ રમેશ નાયક, અશ્ર્વિન સોમા નાયક, મુકેશ ભરત નાયક, રાજમલ સુરેશ ખરાડી, પંકજ શંકર ખરાડી નો સમાવેશ થાય છે.