Monday, December 23, 2024
Homeરાજ્યજામનગરપતિએ પીયર જવાની ના પાડતા પત્નીએ એસિડ ગટગટાવ્યું

પતિએ પીયર જવાની ના પાડતા પત્નીએ એસિડ ગટગટાવ્યું

કાલાવડ તાલુકાના બેડીયા ગામનો બનાવ : સારવાર દરમિયાન પત્નીનું મોત

- Advertisement -

કાલાવડ તાલુકાના બેડીયા ગામમાં રહેતી યુવતીને તેણીના પીયર જવાની પતિ એ ના પાડતા મનમાં લાગી આવતા તેણીના ઘરે એસિડ પી આપઘાત કર્યાના બનાવમાં પોલીસે તપાસ હાથ ધરી હતી.

- Advertisement -

બનાવની વિગત મુજબ, કાલાવડ તાલુકાના બેડીયા ગામમાં રહેતાં હરપાલસિંહ જાડેજા નામના ખેતીકામ કરતા યુવાનના પત્ની પ્રીતીબા હરપાલસિંહ જાડેજા (ઉ.વ.27) નામની યુવતીને તેણીના પીયરે આંટો મારવા જવું હોવાની પતિએ ના પાડતા આ બાબતનું મનમાં લાગી આવતા પ્રીતીબાએ ગત તા. 7 ના રોજ સવારના સમયે તેના ઘરે એસિડ પી જઇ આપઘાતનો પ્રયાસ કરતા સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતાં. જ્યાં તેણીનું સારવાર દરમિયાન મંગળવારે બપોરે મોત નિપજ્યાનું તબીબોએ જાહેર કર્યુ હતું. આ અંગેની મૃતકના પતિ દ્વારા જાણ કરાતા ડીવાયએસપી કૃણાલ દેસાઈ તથા સ્ટાફે તપાસ હાથ ધરી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular