ઓખાની મેઈન બજાર વિસ્તારમાં રહેતા કરણભાઈ જયસુખભાઈ સોલંકી નામના 23 વર્ષના યુવાને ગત તારીખ 12 મી ના રોજ રાત્રિના સમયે પોતાના રહેણાંક મકાનમાં કોઈ અગમ્ય કારણોસર ઓઢણી વડે પંખામાં ગળાફાંસો ખાઈ લેતા તેમનો નિષ્પ્રાણ દેહ સાંપડ્યો હતો. આ બનાવવા અંગે મૃતકના મોટાભાઈ રાહુલ જયસુખભાઈ સોલંકીએ ઓખા મરીન પોલીસને જાણ કરી છે.