મેઘપર (પડાણા) વિસ્તારમાં જામનગર એસઓજીએ એક શખ્સને બે કિલો ગાંજાના જથ્થા સહિત કુલ રૂા.1,92,500 ના મુદ્દામાલ સાથે ઝડપી લીધો હતો.
આ અંગેની વિગત મુજબ, લાલપુર તાલુકાના મેઘપર ગામ યાદવ હોટલ પાસે મકાન ભાડે રાખી રહેતો પ્રેમચંદ્ર બ્રિજનાથ ચૌહાણ કેફી માદક પદાર્થ પોતાના રહેણાંક મકાને રાખી વેંચાણ કરતો હોવાની એસઓજીના હે.કો. અરજણભાઈ કોડિયાતર, રમેશભાઈ ચાવડા તથા મયુદીનભાઈ સૈયદને બાતમી મળી હતી. જેના આધારે રેઈડ દરમિયાન પ્રેમચંદ્ર બ્રિજનાથ ચૌહાણના રહેણાંક મકાનમાંથી રૂા.20 હજારની કિંમતનો બે કિલો ગાંજો તથા અન્ય મુદ્દામાલ મળી કુલ રૂા.1,92,500 નો મુદ્દામાલ કબ્જે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.