જામનગર શહેરના પટેલ કોલોની શેરી નં.-9ના છેડે આવેલા શાંતીનગરમાં સંયુકત પરિવારમાં રહેતાં મહિલાએ નબળી આર્થીક પરિસ્થિતિના કારણે તેણીના સંતાનોને ભણાવવા અને રહેવાની ચિંતામાં સાડી વડે ગળેફાંસો ખાઇ આત્મહત્યા કરી હતી.
બનાવની વિગત મુજબ જામનગર શહેરના પટેલ કોલોની શેરી નં.9 ના છેડે આવેલા શાંતીનગર શેરી નં.3માં વિજયાબા હોલ પાસે સંયુકત પરિવારમાં રહેતાં નિતાબા રાજદીપસિંહ જાડેજા (ઉ.વ.34) નામના મહિલાના પરિવારની આર્થીક પરિસ્થિત નબળી હોવાના કારણે તેના સંતાનને ભણાવવાની અને રહેવાની ચિંતામાં સોમવારે મધ્યરાત્રીના સમયે તેના ઘરે છતના હુકમાં સાડી વડે ગળેફાંસો ખાઇ આત્મહત્યા કરી હતી. આ અંગેની મૃતકના પતિ રાજદીપસિંહ જાડેજા દ્વારા જાણ કરાતા હેકો.પી.કે.વાઘેલા તથા સ્ટાફે સ્થળ પર પહોંચી જઇ મૃતદેહનો કબ્જો સંભાળી પીએમ માટે મોકલી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.