- Advertisement -
સ્વામી વિવેકાનંદ ક્રેડીટ કો.ઓપરેટીવ સોસાયટીના કેટરીંગનો વ્યવસાય કરતા રાજ ભરતભાઈ સંઘાણીએ ધંધા માટે સોસાયટીમાંથી લોન લીધી હતી. આ લોન ભરપાઈ કરવા તેને ચેક આપેલ અને સોસાયટીએ ચેક બેંકમાં ડિપોઝીટ કરતા ચેક રીટર્ન થતાં સોસાયટીના વકીલ દ્વારા કાયદેસરની નોટીસ આપવામાં આવી હતી. તેમ છતાં સોસાયટીના ચેક મુજબની રકમનું લેણું ભરાયેલ ન હોય તેથી નેગોશીએબલ ઈન્સટ્રુમેન્ટ એક્ટ – 138 અન્વયે કોર્ટ સમક્ષ ફરીયાદ દાખલ કરવામાં આવી હતી. ત્યારબાદ સમયાંતરે કેસ ચાલતા આરોપી કોર્ટ સમક્ષ હાજર થયેલ અને આરોપીની પ્લી લેવામાં આવી હતી.
11માં એડી.ચીફ જ્યુડીશીયલ મેજી. આર.બી. ગોસાઈની કોર્ટમાં કેસ આગળ ચાલતા ચુકાદાઓ અને કાયદાકીય જોગવાઈઓને ધ્યાનમાં લઇ આ કામના આરોપીને ક્રિમીનલ પ્રોસીઝર કોડની કલમ 255 (2) મુજબ ધી નેગોશીએબલ ઈન્સ્ટ્રુમેન્ટ એક્ટ 138 અન્વયે આરોપીને તકસીરવાન ઠરાવવામાં આવેલ હતો અને આરોપીને 4 માસની જેલની સજાનો હુકમ કરવામાં આવ્યો છે. ચેકની રકમ જેટલો દંડ તેમજ આરોપી વિરુદ્ધ સજા વોરંટ ઇસ્યુ કરવા તથા તેની અમલ બજવણી માટે ડી.એસ.પી. જીલ્લો-જામનગરનાઓને મોકલી આપવાનો હુકમ કરવામાં આવેલ છે. આ કેસમાં ફરીયાદી તરફે વકીલ મિતેષભાઈ એલ.પટેલ. મણીલાલ જી.કાલસરીયા, ગૌરાંગભાઈ જી. મુંજપરા, હરજીવનભાઈ એમ. ધામેલીયા, જયદીપસિંહ જાડેજા રોકાયા હતા.
- Advertisement -