આગામી ડિસેમ્બરથી હવે તમોને વિમા પોલીસી પણ ડીજીટલ સ્વરૂપમાં અને શેર-ઈકવીડીટીની મારફત ડી-મેટ ખાતામાં જ મળશે અને હાલ જે વિમા પોલીસી ફિઝીકલ સ્વરૂપમાં છે તેને પણ એક વર્ષમાં ડીજીટલ કરી દેવાશે. વિમા નિયામક સંસ્થા ‘ઈરડા’ એ આ મંજુરી આપી છે અને હવે ખાનગી સહિતની વિમા કંપનીઓ ડિસેમ્બરથી તેનો અમલ શરૂ કરી દેશે. આ નવી નીતિ સ્વાસ્થ્ય, વાહન તથા જીવન વિમા તમામ પ્રકારની પોલીસી પર લાગુ થશે. દેશમાં હાલ 50 કરોડથી વધુ અલગ અલગ પ્રકારની જે પોલીસી મૌજૂદ છે તેને તબકકાવાર ડીજીટલ કરાશે. સૌથી નજીકના સમયમાં જે પોલીસીની મુદત પુરી થતી હોય તેને હાલ ડીજીટલ કરવામાં આવશે નહી અને ભવિષ્યમાં કોઈ ફીઝીકલ એટલે કે પોલીસી પેપર્સ ઈસ્યુ થશે નહી. જો કે તેમાં સિગ્નેચર તથા સીલ માટે હજું ડીજીટલ પ્રક્રિયા શરૂ થશે.
આ ઉપરાંત વિમા ઓથોરીટીએ હવે વિમા ક્ષેત્ર માટે એક અલગ ખાસ પ્લેટફોર્મ તૈયાર કરવા નિર્ણય લીધો છે. જેમાં વિમા પોલીસીના વેચાણ પોસ્ટ વિ. ઉપરાંત વિમા સંબંધીત તમામ સેવા કલેમ અને અન્ય સુવિધા આ પ્લેટફોર્મ પર હશે. વિમા પોલીસીના ડીજીટલા-ઈઝેશનથી હવે પોલીસીને ગમે ત્યાંથી જોઈ શકશે અને તે ખોવાઈ જવાની ચોરાઈ જવાની કે અન્ય કોઈ રીતે ખરાબ થઈ જવાની કોઈ ચિંતા રહેશે નહી. ઉપરાંત પોલીસી રીન્યુ સમયે કોઈ બેઝીક ડોકયુમેન્ટ આપવાની જરૂર રહેશે નહી. આ સમગ્ર વ્યવસ્થાથી મોટાપાયે કાગળની બચત થશે. વિમા કંપનીઓ પણ બાદમાં તમામ પત્ર વ્યવહાર- ઈ-મેલ કે મેસેજ મારફત જ કરશે અને ભવિષ્યમાં મલ્ટીપર્પઝ ડી-મેટ એકાઉન્ટ પણ આવશે જેમાં વ્યક્તિએ એક જ ડી-મેટ ખાતાથી તેના તમામ વ્યવહારો કરી શકશે.