Monday, January 13, 2025
Homeરાજ્યજામનગરમધ્યપ્રદેશનાં રાજ્યસભા સાંસદ કવિતા પાટીદાર ઉમિયાધામ સિદસરની મુલાકાતે

મધ્યપ્રદેશનાં રાજ્યસભા સાંસદ કવિતા પાટીદાર ઉમિયાધામ સિદસરની મુલાકાતે

- Advertisement -

મધ્યપ્રદેશના રાજયસભા સાંસદ કવિતા પાટીદાર સીદસર ઉમિયાધામની મુલાકાતે આવ્યા હતાં. આ તકે, સંગઠન પ્રમુખ સહિતના હોદેદારોએ તેમનું સ્વાગત કર્યું હતું.

- Advertisement -

સૌરાષ્ટ્રનાં સુપ્રસિદ્ધ તીર્થધામ ઉમિયાધામ – સિદસર માં ઉમિયા માતાજીનાં દર્શનાથેઁ હજારો ભક્તો આવતા રહે છે.મધ્યપ્રદેશનાં ભાજપનાં મહામંત્રી અને રાજ્ય સભાનાં સાંસદ કવિતા પાટીદાર માતા ઉમિયા પ્રત્યે અપાર ભક્તિભાવ ધરાવે છે સૌરાષ્ટ્રમાં પ્રવાસ દરમ્યાન વિશેષ આયોજન કરી ઉમિયાધામ-સિદસર માતાનાં દર્શને પધારતા સંગઠન પ્રમુખ કૌશિકભાઈ રાબડીયા, કાર્યાલય મંત્રી નરશીભાઈ માકડીયા સાથે સ્વાગત સત્કાર કર્યું હતું.

અગાઉ પણ કવિતા પાટીદાર 1999 અને 2012નાં મહોત્સવમાં ઉમિયાધામ-સિદસર પર્ધાયા હતાં. તે સમયના સંસ્મરણો તાજા કરી અને માતાજીની પૂજા-અર્ચના કરી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular