Friday, December 13, 2024
Homeરાજ્યજામનગરવાહન ચાલકો આનંદો : બે દિવસ બાદ શહેરના માર્ગોની થવા લાગશે મરામત

વાહન ચાલકો આનંદો : બે દિવસ બાદ શહેરના માર્ગોની થવા લાગશે મરામત

આગામી નવરાત્રિ પહેલા શહેરના માર્ગો બની જશે ટનાટન : વરસાદનું વિઘ્ન આવશે તો થઇ શકે છે વિલંબ

- Advertisement -

ચોમાસાની સિઝન દરમિયાન જામનગર શહેરમાં જુદા જુદા માર્ગો પર પડેલા ગાબડાના કારણે વાહન ચાલકોને પડી રહેલી મુશ્કેલીઓનો અંત લાવતા સારા સમાચાર પ્રાપ્ત થયા છે. રાજ્ય સરકારની સૂચના અનુસાર જામનગર શહેરમાં પણ આગામી બે દિવસમાં માર્ગોની મરામતનું કામ ચાલુ કરી દેવામાં આવશે. એટલું જ નહીં સુચના મુજબ નવરાત્રિ પહેલાં આ મરામત પૂર્ણ કરી લેવામાં આવશે.

- Advertisement -

જામ્યુકોના સીટી ઇજનેર અને ઇન્ચાર્જ ડીએમસી ભાવેશ જાનીના જણાવ્યાનુસાર બે દિવસ બાદ શહેરમાં જુદા જુદા માર્ગો પર પડેલા ગાબડાઓનું પેચવર્કનું કામ શરુ કરી દેવામાં આવશે. જે જે માર્ગો પર ખાડા પડયા છે ત્યા પેચવર્ક અને જ્યાં વધારે ધોવાણ થયું છે. ત્યાં પેવર ફિનીશનું કામ શરુ કરી દેવામાં આવશે. તેમણે જણાવ્યું હતું કે, સરકારની સૂચના મુજબ જ આગામી નવરાત્રીના તહેવાર પહેલા શહેરના માર્ગોને ટનાટન બનાવી દેવામાં આવશે. જો કે, તેમણે વરસાદની આશંકા દર્શાવતાં જણાવ્યું હતું કે, જો વરસાદ આવશે તો મરામતના કામમાં થોડુ વિઘ્ન આવી શકે છે. તેમજ વિલંબ પણ થઇ શકે છે. જો કે, વરસાદને કારણે પેચવર્ક ધોવાઇ જશે તો પણ કોન્ટ્રાકટરના ખર્ચે ફરીથી તે રીપેર કરી દેવામાં આવશે. આમ નવરાત્રી સુધીમાં ઉબડ-ખાબડ માર્ગોથી હાલાકી ભોગવી રહેલા શહેરના વાહન ચાલકોને રાહત મળવાની શકયતા જણાઇ રહી છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular