જામનગર સહિત હાલાર પંથકમાં ગણેશ મહોત્સવની ભક્તિભાવ પૂર્વક ઉજવણી થઇ રહી છે. જામનગર શહેરમાં સીએ ચેતન અગ્રવાલ એન્ડ કંપની તથા સ્ટાફ દ્વારા સ્વાગત કોમ્પ્લેકસ ઓફિસમાં ગણેશ મહોત્સવની ઉજવણી કરવામાં આવી રહી છે. તા. 31 ઓગસ્ટના ગણેશ સ્થાપન કરવામાં આવ્યા બાદ દરરોજ આરતી સહિતના કાર્યક્રમો યોજાઇ રહ્યા છે. જેમાં શનિવારના રોજ અન્નકોટ દર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું.