જામનગરના સિનિયર વકીલ રસીકલાલ બથીયાએ તેમના સગાબહેનો તથા બે ભાણેજો અનુક્રમે વિજયાબેન ચંદુલાલ ગોકાણી, પુષ્પાબેન પ્રભુદાસ મજીઠીયા, સુનીલ પ્રભુદાસ મજીઠીયા, નરેન્દ્ર ચંદુલાલ ગોકાણી અને રાજેશ પ્રભુદાસ મજીઠીયા સામે દાવો કર્યો છે કે, પ્રતિવાદી દ્વારા એક જ પ્રકારની વારંવાર જુઠી ગેરકાયદેસરની એક પછી એકની લીગલ કાર્યવાહી અને ઇર્શાથી ભરપૂર લીગલ કાર્યવાહીઓ વાદીને થયેલ ભયંકર શારીરિક અગવડો અને માનસિક ત્રાસ, આર્થિક નુકસાન અને વકીલ તરીકે કારકિર્દી અને થયેલ શાખ પ્રતિક્ષા થયેલ ભયંકર નુકસાનીના વળતર રૂા. 20 લાખ પ્રતિવાદીઓ પાસેથી વિભક્ત અને સંયુક્ત રીતે મેળવવા દાવો કર્યો હતો.
પ્રતિવાદી દ્વારા અગાઉ આપવામાં આવેલ પ્રોબેટ રદ કરવા અને તેમના ભાઇઓ દ્વારા થયેલ વેચાણ વ્યવહાર રદ કરાવા માગણી પરંતુ કોર્ટ તે રદ કરી હતી. આ કેસની મહત્વની હકીકત એ છે કે, પિતા દ્વારા કરવામાં આવેલ વીલ અંગે પ્રોબેટ મેળવાયેલ. પરંતુ માતા દ્વારા કરવામાં આવેલ વિલનું કોઇ પ્રોબેટ લેવામાં આવેલ ન હતું. વાદી દ્વારા દાવો થતા કોર્ટ દ્વારા પ્રતિવાદીઓ પર સમન્સ-નોટીસ ઇસ્યૂ કરવામાં આવી. તમામ હકીકત અને પુરાવો ધ્યાને લઇ વાદીનો દાવો રદ કરવામાં આવ્યો હતો. બદનક્ષી અને માનહાનિ અંગેના વળતરના દાવામાં આ શકવર્તિ ચુકાદોની દુરોગામી અસર થશે. આ દાવામાં પ્રતિવાદીઓ તરફે સિનિયર વકીલ ગિરીશ આર. ગોજીયા તથા સચીન એમ. હોરીયા રોકાયેલ હતાં.