Friday, January 30, 2026
Homeસમાચારઆંતરરાષ્ટ્રીયલિઝ ટ્રુસ બ્રિટનનાં નવા વડાપ્રધાન

લિઝ ટ્રુસ બ્રિટનનાં નવા વડાપ્રધાન

લિઝ ટ્રુસ બ્રિટનનાં નવાં વડાપ્રધાન બન્યાં છે. ક્ધઝર્વેટિવ પાર્ટીનાં દક્ષિણપંથી ઉમેદવાર લિઝ ટ્રુસ અને ભારતીય મૂળના ઋષિ સુનક વચ્ચે સ્પર્ધા હતી. પાર્ટીના લગભગ 1.60 લાખ સભ્યોએ મતદાન કર્યું હતું. સુનકને બદલે લિઝ બ્રિટનનાં વડાપ્રધાન બન્યાં એ ભારત માટે પણ સારા સંકેત છે. તેઓ બ્રિટનમાં વિદેશમંત્રી રહી ચૂક્યા છે. અગાઉ બંને દેશના સંબંધને નવી ઊંચાઈએ પહોંચાડવામાં તેઓ મદદરૂપ સાબિત થયાં છે, એટલે ભારત-બ્રિટનના સંબંધ વધુ સારા થવાની આશા છે.

- Advertisement -

હાલનાં વર્ષોમાં કોઈપણ બ્રિટિશ વડાપ્રધાને ભારત તરફ ધ્યાન નથી આપ્યું. બોરિસ જોનસને 7 જુલાઈએ પાર્ટીના નેતા તરીકે રાજીનામું આપ્યું હતું.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular