જામનગર પોલીસની પેરોલ ફર્લો સ્ક્વોડે પ્રોહિબીશનના ગુનામાં નાશતા-ફરતાં આરોપીને રાજકોટ જિલ્લામાં ગોંડલથી ડબોચી લીધો છે. કાલાવડ ગ્રામ્ય પોલીસ સ્ટેશનના ગુનામાં છેલ્લા એક વર્ષથી આ આરોપી ફરાર હતો.
જામનગર જિલ્લાના કાલાવડ ગ્રામ્ય પોલીસ સ્ટેશનમાં એક વર્ષ પહેલાં ગોંડલના યોગીનગરમાં રહેતાં વિવેક ઉર્ફે વિજય ઉર્ફે વિક્કી ધીરુભાઇ ચાવડા નામના કોળી શખ્સ સામે દારૂની હેરફેર કરવા અંગે ગુનો નોંધાયો હતો. ત્યારબાદ આ શખ્સ છેલ્લા એક વર્ષથી પોલીસને થાપ આપી નાશતો ફરતો હતો. દરમિયાન આરોપી ગોંડલમાં હોવાની બાતમીના આધારે જામનગર પોલીસની ફર્લો સ્કવોડે ગોંડલ પહોંચી જઇ આરોપીને દબોચી લીધો હતો. તેમજ આગળની કાર્યવાહી માટે કાલાવડ ગ્રામ્ય પોલીસને સોંપી આપ્યો હતો. આ કામગીરી પેરોલ ફર્લો સ્કવોડના પીએસઆઇ એ.એસ. ગડચર, એએસઆઇ ગોવિંદભાઇ ભરવાડ, પો.હેડ કોન્સ. લખધીરસિંહ જાડેજા, રાજેશભાઇ સુવા, કરણસિંહ જાડેજા, ગજેન્દ્રસિંહ જાડેજા, સલીમભાઇ નોયડા, કાસમભાઇ બ્લોચ, ભરતભાઇ ડાંગર, રણજીતસિંહ પરમાર તથા પો.કોન્સ. મહિપાલભાઇ સાદીયા, ધર્મેન્દ્રભાઇ વૈષ્ણવ, હેડ કોન્સ. અરવિંદગીરી ગોસાઇ, એલસીબીના હેડ કોન્સ. નિર્મળસિંહ જાડેજા, પો.કોન્સ. બળવંતસિંહ પરમારે કરી હતી.