Sunday, October 20, 2024
Homeરાજ્યપેપર ફોડનારાઓને દસ વર્ષ સુધીની સજા, કેજરીવાલનું વચન

પેપર ફોડનારાઓને દસ વર્ષ સુધીની સજા, કેજરીવાલનું વચન

દ્વારકામાં યોજાયેલી આમ આદમી પાર્ટીની જાહેર સભામાં કેજરીવાલે આપી ગેરંટી : ડિસેમ્બરમાં ગુજરાતમાં રચાશે ઇમાનદાર સરકાર

- Advertisement -

આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ ગઈકાલે શુક્રવારે દેવભૂમિ દ્વારકા ખાતે આવ્યા હતા. અરવિંદ કેજરીવાલે દ્વારકામાં જંગી જનસભાને સંબોધી હતી અને મંચ પરથી ગુજરાતની જનતા માટે શિક્ષણ, સ્વાસ્થ્ય અને રોજગારી જેવા મુદ્દાઓને લઈને ગેરંટીઓની જાહેરાત કરી હતી. અરવિંદ કેજરીવાલની સભા માટે મોટો શામીયાનો ઉભો કરવામાં આવ્યો હતો, જ્યાં સવારથી જ મોટી સંખ્યામાં લોકો તેમને સાંભળવા ઉમટી પડ્યા હતા.

- Advertisement -

દ્વારકામાં એન.ડી.એચ. ગ્રાઉન્ડ ખાતે યોજવામાં આવેલી આ જાહેર સભામાં “આપ” સુપ્રિમો અરવિંદ કેજરીવાલે જનતાને સંબોધતા જણાવ્યું હતું કે ગુજરાતની જનતા પાસેથી સારો એવો પ્રેમ મળી રહ્યો છે. આમ આદમી પાર્ટી જુઠ્ઠા વાયદા નથી કરતી, જે કહીએ છીએ તે કરીને બતાવીએ છીએ. હું તમારી પાસેથી પાંચ વર્ષની ગેરંટી માગુ છું. જો પાંચ વર્ષમાં કાંઈ ન થાય તો અમને ધક્કા મારીને નિકાળી દેજો. તેમણે પહેલી ગેરંટી આપી હતી કે દરેક યુવાઓ માટે રોજગારી આપીશું. દરેક બેરોજગારોને દર મહિને 3 હજાર રૂપિયાનું ભથ્થુ આપીશું. અમે 10 લાખ સરકારી નોકરીની તકો ઉભી કરીશું. પેપર ફૂટવા અંગે તેમણે જણાવ્યું હતું કે આપની સરકાર બનવાના એક વર્ષની અંદર તમામ પરિક્ષાઓ પૂર્ણ કરાવીશું. ફેબ્રુઆરી તલાટીનું પેપર થશે અને એપ્રિલમાં તેમને પોસ્ટિંગ મળી જશે. જેટલા પણ પેપર ફૂટ્યા એ અંગે તપાસ કરાવીશું અને એ તમામના આરોપીઓને જેલભેગા કરીશું.

બીજી ગેરંટી આપતાં તેમણે કહ્યું હતું કે ગુજરાતમાં અમારી સરકાર લાવો, સરકાર બનવાના 3 મહિના પછી તમારે જે બીલ આવશે એ ઝીરો આવશે. અમારી સરકાર બનશે તો તમારા જૂના તમામ બીલ માફ અને દર મહિને 300 યુનિટ વીજળી ફ્રી આપવામાં આવશે. 18 વર્ષથી વધુ વયની તમામ મહિલાઓના ખાતામાં દર મહિને એક હજાર રૂપિયા જમા કરવામાં આવશે.

- Advertisement -

અરવિંદ કેજરીવાલે જણાવ્યું હતું કે ભાજપ પાસે સંપૂર્ણ સત્તા છે, તેમની પાસે પોલીસ, ઈઇઈં, ઊઉ, ઈન્કમટેક્સ છે પરંતુ અમારી પાસે ભગવાન કૃષ્ણ છે. 27 વર્ષમાં આ લોકો દાટ વાળી દિધો છે, ભગવાન હવે તેમનું સુદર્શન ચક્ર ચલાવીને તેને સુધારશે અને ડિસેમ્બરમાં ગુજરાતમાં ઈમાનદાર સરકાર આવશે. ભાજપ સરકાર કોરોના વાયરસ અને લમ્પી વાયરસમાં નિષ્ફળ ગઈ છે. ભાજપ સરકારને ભ્રષ્ટાચારનો વાઈરસ લાગ્યો છે, જેને આપણે ઝાડુ વડે દૂર કરવો પડશે.

આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ગોપાલ ઈટાલિયાએ જાહેરસભાને સંબોધી, વર્તમાન સરકારની નિષ્ફળતા તથા આમ આદમી પાર્ટી દ્વારા પ્રજાલક્ષી કામગીરી અંગે સૌને માહિતગાર કર્યા હતા. આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલજ ફરી એકવાર ગુજરાતમાં આવતાં બપોરે પોરબંદર એરપોર્ટ પહોંચ્યા હતા.

- Advertisement -

એરપોર્ટ પર “આપ” ગુજરાત પ્રદેશ પ્રભારી ગુલાબસિંહ યાદવ અને પાર્ટીના ગુજરાત પ્રદેશ અધ્યક્ષ ગોપાલ ઈટાલિયા સહિતના કાર્યકરોએ અરવિંદ કેજરીવાલનું ઉષ્માભેર સ્વાગત કર્યું હતું. દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે જનસભાને સંબોધ્યા બાદ દ્વારકાના જગતમંદિરે ભગવાન દ્વારીકાધીશના દર્શન કર્યા હતા. અને ત્યારબાદ તેઓ પોરબંદર એરપોર્ટ થઈને રાજકોટ જવા રવાના થયા હતા.

પ્રદિપસિંહવાળાએ કોંગ્રસનો હાથ છોડી કેજરીવાલનું ઝાડુ પકડયું

તાજેતરમાં કોંગ્રેસમાંથી રાજીનામુ આપનાર કોંગ્રેસી અગ્રણી પ્રદિપસિંહ વાળા દ્વારકામાં યોજાયેલી આમ આદમી પાર્ટીની જાહેરસભામાં કેજરીવાલની ઉપસ્થિતિમાં ‘આપ’નો ખેસ ધારણ કરી લીધો હતો. કેજરીવાલે તેમને આમ આદમી પાર્ટીમાં આવકાર્યા હતાં. આ સમયે ગુજરાતના આપના પ્રભારી સાંસદ સંદિપ પાઠક તેમજ રાષ્ટ્રીય મહાસચિવ ઇસુદાન ગઢવી ઉપસ્થિત રહ્યાં હતાં.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular