જામનગર શહેરનાં દિ.પ્લોટ વિસ્તારમાં બાઈક પર પસાર થતા શખ્સને આંતરવાનો પોલીસ દ્વારા પ્રયાસ કરાતા શખ્સ બાઈક મૂકી નાશી ગયો હતો. ત્યારબાદ પોલીસે તલાસી લેતા તેની બાઈકમાંથી રૂા.11,500 ની કિંમતની 23 બોટલ દારૂ અને બાઈક સહિત રૂા.61,500 નો મુદ્દામાલ મળી આવતા શખ્સની શોધખોળ આરંભી હતી.
દરોડા અંગેની વિગત મુજબ, જામનગર શહેરમાં દિ.પ્લોટ 66 વિસ્તારમાં જીજે-10-ડીજી-4813 નંબરના બાઈક પર પસાર થતા શખ્સ પાસે દારૂનો જથ્થો હોવાની બાતમીના આધારે સિટી એ ડીવીઝન પોલીસ સ્ટાફે શખ્સને આંતરતા શખ્સ પોલીસને જોઇ બાઈક મૂકી નાશી ગયો હતો. ત્યારબાદ પોલીસે બાઈકની તલાસી લેતા તેમાંથી રૂા.11,500 ની કિંમતની ઈંગ્લીશ દારૂની 23 બોટલ મળી આવતા પોલીસે દારૂ અને 50 હજારનું એકસેસ બાઈક સહિત રૂા.61,500 નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો અને અશોક ઉર્ફે મીરચી ખટાઉમલ મંગે નામના નાશી ગયેલા શખ્સ વિરૂધ્ધ પ્રોહિબીશનનો ગુનો નોંધી શોધખોળ માટે ચક્રો ગતિમાન કર્યા હતાં.