જામનગર તાલુકાના ફલ્લા ગામા આવેલા વાડી વિસ્તારમાં રહેતાં શખ્સના મકાનમાંથી તીનપતિનો જૂગાર રમતા સાત શખ્સોને પોલીસે રેઈડ દરમિયાન રૂા.71,700 ની રોકડ રકમ, એક મોબાઇલ અને ત્રણ બાઇક મળી કુલ રૂા.1,61,700 ના મુદ્દામાલ સાથે ઝડપી લઇ આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
જૂગાર દરોડાની વિગત મુજબ, જામનગર તાલુકાના ફલ્લા ગામની સીમમાં રહેતાં યોગેશ ધમસાણિયા નામનો શખ્સ તેના મકાનમાં બહારથી માણસો બોલાવી નાલ ઉઘરાવી જૂગાર રમાડતો હોવાની બાતમીના આધારે પંચ એ પીએસઆઇ કે.વી. ઝાલા તથા સ્ટાફે રેઈડ દરમિયાન યોગેશ મગન ધમસાણિયા, મિતેશ ગણેશ ધમસાણિયા, દિપક પુંજા ધમસાણિયા, ભરત નવલ ગોસાઈ, ગુલાબભાઇ કનુભાઈ રાઠોડ, બિપીન વિરજી અઘેરા, જયસુખ નારણ ધમસાણિયા સહિતના સાત શખ્સોને રૂા.71,700 ની રોકડ રકમ અને પાંચ હજારની કિંમતનો એક મોબાઇલ તથા રૂા.85,000 ની કિંમતની ત્રણ બાઈક અને ગંજીપના મળી કુલ રૂા.1,61,700 ની કિંમતનો મુદ્દામાલ કબ્જે કરી ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.