કલ્યાણપુર તાલુકાના ભાટિયા ગામે રહેતા રાજુ કેશુરભાઈ ગોજીયા નામના 30 વર્ષના શખ્સ દ્વારા પોતાના અંગત ફાયદા માટે તેના કબજાના મકાનમાં બહારથી માણસો બોલાવી, ચલાવતા જુગારના અખાડામાંથી પોલીસે રાજુ કેશુર ગોજીયા સાથે નિતીન રઘા સોઢા, હરીશ સોમજી જોશી, દિપક રણછોડ બારાઈ, દિનેશ મોહનગીરી મેઘનાથી, પ્રવીણ રામજીભાઈ વાયા અને મનના દેવાણંદ કંડોરીયા નામના કુલ સાત શખ્સોને ઝડપી લીધા હતા. પકડાયેલા આ શખ્સો પાસેથી પોલીસે કુલ રૂપિયા 33,370 નો મુદ્દામાલ કબજે કરી, જુગારધારાની કલમ મુજબ ધોરણસર કાર્યવાહી કરી હતી.
અન્ય એક દરોડામાં ભાટિયાના કૃષ્ણનગર વિસ્તારમાંથી પોલીસે રાત્રિના 3:30 વાગ્યાના સમયે સ્ટ્રીટ લાઇટના અજવાળે જાહેરમાં બેસીને જુગાર રમી રહેલા ભનુ રણછોડભાઈ પરમાર, રસિક નાથાભાઈ નકુમ, ચંદુ નરશીભાઈ નકુમ, આનંદ પ્રેમજીભાઈ ડાભી, રામજી વીરજી પરમાર, અશોક નાનજી નકુમ અને વલ્લભ નારણ પરમાર નામના કુલ સાત શખ્સોને ઝડપી લઇ, કુલ રૂપિયા 11,730 નો મુદ્દામાલ કબજે કર્યો હતો.