દુનિયાભરમાંથી કોરોનાની વિદાય થઈ ગઈ છે પરંતુ ચીનમાં હજુ પણ કોરોના સંક્રમણને કારણે આજે સવારે એક શહેરમાં પુર્ણ લોકડાઉન લાદી દીધું છે. 2.1 કરોડના આબાદી વાળા સેંગ્દુ શહેરમાં કોરોનાના વધતા જતા કેસમાં હવે ગઈકાલથી જ ચાર દિવસનું લોકડાઉન લાદી દેવાયુ છે. અગાઉ પણ સંઘાઈ શહેરમાં પણ આ લોકડાઉન લાદવામાં આવ્યું હતું. દક્ષિણ-પશ્ચિંમ ચીનના શીંગઆન પ્રાંતની રાજધાનીમાં 106 નવા કેસ બહાર આવ્યા હતા જેમાં હવે 51માં કોરોનાના કોઈ લક્ષણ જોવા મળ્યા નથી.