નેશનલ ક્રાઈમ રેકોર્ડ બ્યુરોના નવા રિપોર્ટમાં જણાવ્યા અનુસાર, 2021માં ભારતમાં દુષ્કર્મના કુલ 31,677 કેસ એટલે કે રોજના સરેરાશ 86 કેસ નોંધાયા હતા. સાથે જ એ વર્ષે દર કલાકે મહિલાઓ વિરુદ્ધ અપરાધના લગભગ 49 કેસ નોંધાયા હતા.
ગૃહ મંત્રાલય હેઠળ કાર્યરત ગઈછઇના ‘ક્રાઇમ ઇન ઇન્ડિયા 2021’ રિપોર્ટ અનુસાર, 2020માં દુષ્કર્મના 28,046 કેસ, જ્યારે 2019માં 32,033 કેસ નોંધાયા હતા. 2021માં રાજસ્થાનમાં દુષ્કર્મના સૌથી વધુ 6,337 કેસ નોંધાયા હતા, ત્યારબાદ મધ્યપ્રદેશમાં 2,947, મહારાષ્ટ્રમાં 2,496, ઉત્તર પ્રદેશમાં 2,845, દિલ્હીમાં 1,250 દુષ્કર્મના કેસ નોંધાયા હતા. રિપોર્ટ અનુસાર, 2021માં દેશભરમાં મહિલાઓ વિરુદ્ધ અપરાધના કુલ 4,28,278 કેસ નોંધાયા હતા, જેમાં અપરાધ દર 64.5 ટકા (એક લાખ વસ્તી દીઠ) હતો. આવા ગુનાઓમાં 77.1 ટકા કેસોમાં ચાર્જશીટ દાખલ કરાઈ હતી. ડેટા અનુસાર, 2020માં દેશભરમાં મહિલાઓ વિરુદ્ધ અપરાધના 3,71,503 અને 2019માં 4,05,326 કેસ નોંધાયા હતા. ગઈછઇ મુજબ, ઉત્તર પ્રદેશમાં 2021માં મહિલાઓ વિરુદ્ધ અપરાધના સૌથી વધુ 56,083 કેસ નોંધાયા હતા. આ પછી, રાજસ્થાનમાં 40,738, મહારાષ્ટ્રમાં 39,526, પશ્ર્ચિમ બંગાળમાં 35,884 અને ઓડિશામાં 31,352 નોંધાયા છે. સમગ્ર દેશમાં 2021માં રોજની સરેરાશ 82 લોકોની હત્યા કરવામાં આવી હતી, જ્યારે દર કલાકે 11થી વધુ અપહરણ નોંધાયા હતા. નેશનલ ક્રાઈમ રેકોર્ડ બ્યુરોના નવા રિપોર્ટમાં આ બાબતે જણાવાયું છે. NCRBના ‘ક્રાઈમ ઈન ઈન્ડિયા 2021’ રિપોર્ટ અનુસાર, એક લાખની વસ્તી દીઠ સૌથી વધુ હત્યા દર ઝારખંડમાં છે. જ્યારે અપહરણનો દર સૌથી વધુ દિલ્હીમાં છે. ડેટા અનુસાર 2021 દરમિયાન હત્યાના કુલ 29,272 કેસ જ્યારે 2020 માં 29,193 કેસ નોંધાયા હતા. 2020ની સરખામણીમાં ગયા વર્ષે કેસોમાં 0.3 ટકાનો નજીવો વધારો થયો હતો. આંકડા મુજબ, 2021 દરમિયાન અપહરણના 1,01,707 કેસ નોંધાયા હતા જે 2020માં 84,805 હતા આમ આવા કેસોમાં 19.9 ટકાનો વધારો થયો છે.