Monday, December 23, 2024
Homeરાષ્ટ્રીયBCCI ‘દુકાન’, લાગુ પડે રાજ્ય વિમા ધારો : સુપ્રિમ

BCCI ‘દુકાન’, લાગુ પડે રાજ્ય વિમા ધારો : સુપ્રિમ

- Advertisement -

બોર્ડ ઓફ ક્રિકેટ ક્ધટ્રોલ ફોર ક્રિકેટ (બીસીસીઆઇ) ની પ્રવૃત્તિઓ કમર્શિયલ છે અને તેને કર્મચારી રાજ્ય વીમા ધારો (ઈએસઆઇ એક્ટ) લાગુ કરવાના હેતુસર ’દુકાન’ કહી શકાય તેમ એક મામલાની સુનાવણી કરતાં સુપ્રીમ કોર્ટે જણાવ્યું હતુ. સુપ્રીમે વધુમાં ઉમેર્યું કે, અગાઉ ઈએસઆઇ કોર્ટ અને હાઈકોર્ટે પણ ઇએસઆઇ ધારાને લાગુ કરવા માટે બીસીસીઆઇને ’દુકાન’ તરીકે માન્યું હતુ, તેમાં કોઈ ભુલ નથી.

- Advertisement -

કર્મચારી રાજ્ય વીમા ધારો લાગુ કરવાના મુદ્દે બીસીસીઆઇ ’દુકાન’ કહેવાય કે નહીં તે અંગે સુપ્રીમ કોર્ટના જસ્ટીસ એમ.આર. શાહ અને પી.એસ. નરસિમ્હાની બેન્ચે આ ચૂકાદો આપ્યો હતો. બીસીસીઆઇને સુપ્રીમ કોર્ટમાં સોગંદનામું કર્યું હતુ કે, અમારી મુખ્ય ગતિવિધિ ક્રિકેટ અને રમતને પ્રોત્સાહન આપવાની છે. આ કારણથી અમને ઈએસઆઇ ધારો હેઠળ દુકાન શબ્દના અંતર્ગત લાવવામાં ન આવવા જોઈએ.

સુપ્રીમ કોર્ટે કહ્યું કે, બીસીસીઆઈની પ્રવૃત્તિ વ્યવસાયિક પ્રકૃતિની છે અને કર્મચારી રાજ્ય વીમા ધારાની જોગવાઈઓના સંદર્ભમાં તેને ’દુકાન’ કહી શકાય છે. ઈએસઆઇ ધારો કેન્દ્ર દ્વારા બનાવવામાં આવેલો કલ્યાણકારી કાયદો છે અને આ ધારામાં પ્રયોજવામાં આવેલા શબ્દોને સંકીર્ણ અર્થમાં લેવા ન જોઈએ, કારણ કે આ ધારા હેઠળ આવતા સંસ્થાનોના કર્મચારીઓને તેમના જીવન, સ્વાસ્થ્ય વગેરે સાથે જોડાયેલા વિવિધ જોખમો સામે વીમો કરાવવામાં આવે છે અને નોકરીદાતા તે માટે જવાબદાર બને છે. બેન્ચે ઊમેર્યું કે, બીસીસીઆઇની વ્યવસ્થિત પ્રવૃત્તિઓ વિશેષ કરીને તેના દ્વારા ક્રિકેટ મેચની ટિકિટોનું વેચાણ, મનોરંજન આપવું, સેવાઓ બદલ કિંમત વસુલ કરવી, આંતરરાષ્ટ્રીય પ્રવાસો અને આઇપીએલથી આવક પ્રાપ્ત કરવાને ધ્યાનમાં રાખીને ઇએસઆઇ કોર્ટ અને હાઈ કોર્ટે એ એકદમ યોગ્ય નિષ્કર્ષ કાઢ્યો છે કે, બીસીસીઆઇ વ્યવસ્થિત આર્થિક વાણિજ્યિક પ્રવૃત્તિઓ કરી રહ્યું છે અને આ કારણે જ ઈએસઆઇ ધારા હેઠળ તેને ’દુકાન’ કહી શકાય છે. ઇએસઆઇ કોર્ટ અને હાઇકોર્ટના ચૂકાદાને સુપ્રિમે યોગ્ય ઠેરવ્યું

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular