જામજોધપુર તાલુકાના બાલવા ગામે સરપંચ મંજુબેન ભૂરાભાઈ ધુડા સામે પંચાયત વહીવટ અને વિકાસ કામોમાં નબળી કામગીરીનું કારણ દર્શાવીને પોલીસ રક્ષણની માંગણી સાથે ઉપસરપંચ બળવતસિંહ માનસંગ વાઘેલા સહિત પાંચ સભ્યો દ્વારા નિયમોનુસાર અવિશ્વાસ પ્રસ્તાવ તલાટી-કમ-મંત્રી પાસે રજૂ કરવામાં આવ્યો છે. ત્યારે પંચાયત ધારા મુજબ સરપંચ દ્વારા જો અન્ય સભ્યનો વિશ્વાસમત નહીં મેળવી શકે અને સંભવિત 15 દિવસોમાં જો આ પ્રસ્તાવ મંજૂર થશે તો સરપંચ આપોઆપ હોદ્દો ધરાવતા બંધ થઈ જશે કે કેમ એ આગામી દિવસોમાં જોવાનું રહ્યું. ત્યારે હાલ તો ઉપસરપંચ સહિત પાંચ સભ્યોએ મહિલા સરપંચ વિરૂધ્ધ અવિશ્વાસ પ્રસ્તાવ મૂકી પોલીસ રક્ષણની માંગ થતા બાલવા ગામનું રાજકારણ ગરમાયું છે.