- Advertisement -
કલ્યાણપુર તાલુકાના નંદાણા ગામે રહેતા ભાવેશભાઈ રામજીભાઈ સચદેવ નામના વેપારી યુવાને વર્ષ 2019 માં ખંભાળિયાના રોહિતકુમાર કે. દવે પાસેથી રૂપિયા 19 લાખ હાથ ઉછીના લીધા હતા. જે રકમ પરત ચૂકવવા આરોપી ભાવેશભાઈએ પોતાના ખાતાનો એક ચેક આપ્યો હતો. તે ચેક અપૂરતા ભંડોળના કારણે બાઉન્સ થતા રોહિતભાઈએ ખંભાળિયાના ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ સાહેબની કોર્ટમાં નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટ અન્વયે ફરિયાદ રજૂ કરી હતી.
આ કેસ ચાલી જતા નામદાર અદાલતે આરોપી ભાવેશભાઈ સચદેવને તકસીરવાન ઠેરવી બે વર્ષની કેદ તેમજ ચેકની રકમનો ડબલ દંડ કરીને એક જ માસમાં ચુકવણી ચૂકવી આપવા હુકમ કર્યો છે. ફરિયાદી રોહિતભાઈ વતી એડવોકેટ કમલેશભાઈ સી. દવે તથા ભરતકુમાર સી. દવે રોકાયા હતા.
- Advertisement -