રાજસ્થાનના જાલોરમાં આઠ વર્ષના બાળકે તેની શાળાના માસ્તરને માટલામાંથી પાણી પી લેતાં બાળકને માસ્તર દ્વારા ઢોર માર મારવામાં આવતાં હોસ્પિટલમાં મૃત્યુ થયું હતું. આ ઘટનામાં સરકાર દ્વારા પરિવારને રૂા. 50 લાખની સહાય આપવા અને પરિવારના એક સભ્યને સરકારી નોકરી આપવાની માગ સાથે જામનગર બહુજન સમાજ પાર્ટી દ્વારા કલેકટર મારફત રાષ્ટ્રપતિને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું.
આ તકે જામનગર જિલ્લા પ્રમુખ સુનીલ ભાઈ વાઘેલા , પૂર્વે 12 લોકસભાના ઇન્ચાર્જ દાનજીભાઈ ગોહિલ, 78 વિધાનસભાના પ્રમુખ અમિતભાઈ ગોહિલ, 78 વિધાનસભાના મહાસચિવ જયેશભાઈ પિંગળ, 78 વિધાનસભાના સચિવ જગદીશભાઈ પરમાર, સિનિયર કાર્યકર્તા એડવોકેટ નટુભાઈ ચાંચિયા, લાલપુર તાલુકા પ્રમુખ જયદીપ ભાઈ મકવાણા, જિલ્લા પૂર્વ પ્રભારી બળદેવભાઈ મકવાણા, કાર્યકર પ્રવીણભાઈ પિંગળ, પ્રેમજીભાઈ પરમાર સહિત અગ્રણી ઊપસ્થિત રહ્યા હતા.