બેન્કીંગ છેતરપીંડી રોકવા અને ગ્રાહકોની સુરક્ષાના ઉપાયોને મજબૂત કરવા અંતર્ગત આરબીઆઈ ‘ફ્રોડ રજીસ્ટ્રી’ની સ્થાપના કરવાનું વિચારી રહી છે, જેની મદદથી છેતરપીંડીવાળા વેબસાઈટ, ફોનનંબર, વિભિન્ન બાબતોનો ડેટાબેઝ તૈયાર કરવામાં આવશે. આરબીઆઈ (રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયા)ના કાર્યકારી નિર્દેશક અનિલકુમાર શર્માએ જણાવ્યું હતું કે આ ડેટાબેન્કથી ઠગો બીજીવાર છેતરપીંડી નહીં કરી શકે. કારણ કે આ વેબસાઈટ કે ફોનનંબરોને બ્લોક કરી લેવામાં આવશે. તેમણે જણાવ્યું હતું કે પેમેન્ટ સિસ્ટમના દરેક ભાગીદારોને આ ડેટાબેઝ સુધી પહોંચ આપવામાં આવશે. જો કે ‘ફ્રોડ રજીસ્ટ્રી’ની સ્થાપના માટે કોઈ નિશ્ર્ચિત સમય સીમા નથી.