વારાણસીના જ્ઞાનવાપી મસ્જીદના વિવાદ બાદ હવે ભગવાન શ્રી કૃષ્ણની મથુરા જન્મભૂમિ પરિસરનો પણ વિડીયોગ્રાફી કરવા માટે અલાહાબાદ હાઈકોર્ટ મથુરા કોર્ટને નિર્દેશ આપ્યો છે. કૃષ્ણ જન્મભૂમિ અને શાહી ઈદગાહ મસ્જીદનો વિવાદ લાંબા સમયથી ચાલે છે અને કૃષ્ણ જન્મભૂમિ સાથે જોડાયેલા તિર્થસ્થાનો ઈદગાહ મસ્જીદમાં હોવા અંગે પણ દાવા થયો છે. જેથી આ સ્થળના વિડીયોગ્રાફી થશે અને બાદમાં તે અલાહાબાદ હાઈકોર્ટ નિર્ણય લેશે. આજે હાઈકોર્ટે મથુરા કોર્ટના મોનેટરીંગ હેઠળ આ વિસ્તારોની વિડીયોગ્રાફી કરવા માટે જણાવાયું છે અને તે રિપોર્ટના આધારે કેસ આગળ ચાલશે. આ માટે સિનીયર અધિકારીઓની ટીમ પણ બનાવવા માટે આદેશ અપાયા છે.