જામનગર જિલ્લા કોંગ્રેસ સમિતિના મહામંત્રી પદેથી પ્રદિપસિંહ વાળાએ રાજીનામુ આપતાં ખળભળાટ મચી ગયો છે.
ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી નજીક આવી રહી છે. ત્યારે જામનગર જિલ્લા કોંગ્રેસને ફટકો પડયો છે. હાલમાં જામનગર જિલ્લા કોંગ્રેસ સમિતિના સંગઠન મહામંત્રી તરીકે ફરજ બજાવતાં પ્રદિપસિંહ વાળાએ રાજીનામુ આપી દીધું છે. જિલ્લા કોંગ્રેસ પ્રમુખ જીવણભાઇ કુંભરવડીયાને પત્ર લખી કોંગ્રેસ પક્ષના તમામ હોદા ઉપરથી અને સક્રિય સભ્યપદેથી પણ રાજીનામુ આપી દીધું છે. તેઓ અગાઉ બે ટર્મ જામનગર તાલુકા યુથ કોંગ્રેસ મહામંત્રી તેમજ બે ટર્મ તાલુકા કોંગ્રેસના મહામંત્રી સહિતના હોદાઓ ઉપર ફરજ બજાવી ચૂકયા છે. ત્યારે વિધાનસભાની ચૂંટણીપૂર્વે તેમના રાજીનામાથી કોંગ્રેસમાં ખળભળાટ સર્જાયો છે.