Monday, December 23, 2024
Homeરાજ્યગુજરાતસરકાર એકશનમાં, પ્રશ્ર્નો ઉકેલવા પાંચ મંત્રીઓની બનાવી કમિટી

સરકાર એકશનમાં, પ્રશ્ર્નો ઉકેલવા પાંચ મંત્રીઓની બનાવી કમિટી

કમિટીમાં જીતુ વાઘાણી, કનુભાઇ દેસાઇ, ઋષિકેશ પટેલ, હર્ષ સંઘવી અને બ્રિજેસ મેરજાનો સમાવેશ

- Advertisement -

ગુજરાતમાં ચૂંટણી પુર્વે રાજય સરકાર સમક્ષ ઉભા થઈ રહેલા નવા નવા પ્રશ્ર્નો તથા વિવિધ સરકારી કર્મચારીઓના સંગઠનોની માંગણીઓ પે-ગ્રેડ સહિતના મુદાઓ વિ. ચૂંટણી સમયે સરકાર અને ભાજપ તરફ ન જાય તે જોવા માટે હવે રાજયની ભુપેન્દ્ર પટેલ સરકાર પુરી રીતે એકશનમાં આવી ગઈ છે.

- Advertisement -

એક તરફ ચૂંટણી પુર્વે આમ આદમી પાર્ટીના વડા અરવિંદ કેજરીવાલ ગુજરાતમાં સક્રીય બનીને દર સપ્તાહે પ્રવાસ કરીને નવી નવી ‘ગેરન્ટીઓ’ તથા વ્યાપારીથી વિદ્યાર્થીઓ સહિતના સમાજ સાથે સીધો સંવાદ દિલ્હી મોડેલને દેશનું શ્રેષ્ઠ શાસન મોડેલ ગણાવી તે ગુજરાતમાં આપવાની ઓફર કરે છે અને કોંગ્રેસ પક્ષે પણ તેના ચૂંટણી વચનો ‘આપ’નો પીછો કરવાનો પ્રારંભ કર્યો છે તેના રાજકીય મુકાબલો ભાજપે શરૂ કર્યો છે પણ પ્રજાના એક બાદ એક ઉભા થઈ રહેલા પ્રશ્નો માટે હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે તેમના મંત્રીમંડળના પાંચ સભ્યોની કમીટી નિયુક્ત કરી છે.

જે રાજયભરમાં ‘પ્રજાના પ્રશ્ર્નોનો તત્કાલીક ઉકેલ લાવશે. આ કમીટીમાં શિક્ષણમંત્રી તથા કેબીનેટ પ્રવકતા જીતુભાઈ વાઘાણી નાણામંત્રી કનુભાઈ દેસાઈ, આરોગ્ય મંત્રી ઋષીકેશ પટેલ, ગૃહ રાજયમંત્રી હર્ષ સંઘવી તથા પંચાયત બાબતોના રાજયકક્ષાના મંત્રી બ્રિજેશ મેરજાનો સમાવેશ કરાયો છે અને તેઓ હવે રાજયભરમાં પ્રજાના પ્રશ્ર્નોનો તત્કાળ ઉકેલ આવે તે જોશે.

- Advertisement -

અત્રે એ ઉલ્લેખનીય છે કે, હાલમાં જ રખડતા ઢોરનો પ્રશ્ર્ન મહાનગરોમાં વિકટ બન્યો હતો અને રાજયભરમાં તૂટેલા માર્ગો વિ. પ્રશ્ર્નોનો પડકાર સર્જાયો છે અને તેથી હવે આ કમીટી કર્મચારીઓ સહિતના પ્રજાના પ્રશ્ર્નોનો નિકાલ લાવવા માટે હવે સતત કામ કરશે. અત્રે એ ઉલ્લેખનીય છે કે રાજય મંત્રીમંડળના બે સીનીયર સભ્યો રાજેન્દ્ર ત્રિવેદી તથા પુર્ણશ મોદી પાસેથી મહત્વના ખાસા લઈ લેવાયા પછી પણ આ કમીટીમાં તેઓનું સ્થાન નથી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular