જામનગર શહેરના મયુરનગર વામ્બે આવાસમાં રહેતાં યુવાનને બે દિવસ પહેલાં તેના ઘરે છાતીમાં દુ:ખાવો થતા સારવાર માટે જી. જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવતાં જ્યાં તેનું મોત નિપજ્યાનું તબીબોએ જાહેર કર્યુ હતું.
આ અંગેની વિગત મુજબ, જામનગર શહેરમાં મયુરનગર વામ્બે આવાસ વિસ્તારમાં રહેતાં રવિ ભરત પાટડિયા (ઉ.વ.28) નામના યુવાનને બે દિવસથી છાતીમાં દુ:ખાવો થતો હોવાથી જામનગરની જી. જી. હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો. જ્યાં તેનું રવિવારે સારવાર દરમિયાન મોત નિપજ્યાનું તબીબોએ જાહેર કર્યુ હતું. આ અંગેની અજયભાઈ દ્વારા જાણ કરાતા હેકો કે.પી.ઠાકરિયા તથા સ્ટાફે મૃતદેહનો કબ્જો સંભાળી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.