Monday, December 23, 2024
Homeરાજ્યતોડકાંડમાં રાજકોટના પૂર્વ સીપી મનોજ અગ્રવાલ પાક-સાફ

તોડકાંડમાં રાજકોટના પૂર્વ સીપી મનોજ અગ્રવાલ પાક-સાફ

બહુ ગાજેલા આ પ્રકરણમાં સિનીયર આઈપીએસ અધિકારી સામે પુરાવા ન મળ્યા

- Advertisement -

રાજકોટના બહુ ગાજેલા તોડકાંડમાં પૂર્વ સીપી મનોજ અગ્રવાલને પુરાવાના અભાવે ક્લિનચિટ આપવામાં આવી છે. એક અંગ્રેજી અખબારના અહેવાલ અનુસાર તોડકાંડમાં મનોજ અગ્રવાલની ભૂમિકા અંગે કોઇ પુરાવા હાથ લાગ્યા નથી.

- Advertisement -

ગુજરાત પોલીસમાં જબરો ભૂકંપ સર્જનાર રાજકોટના તોડકાંડમાં તત્કાલીન પોલીસ કમિશ્ર્નર મનોજ અગ્રવાલ સામેની તપાસમાં તેઓની કલીનચીટથી થોડું ઓછું તેઓને કાનૂની ભાષામાં કહીએ તો શંકાનો લાભ અપાયો છે અને રાજકોટમાં જે મોટો તોડકાંડ સર્જાયો હતો તેમાં અગ્રવાલની ભૂમિકા અંગે કોઈ પુરાવા નહી હોવાનું પણ જણાવાયું હોવાનું માનવામાં આવે છે. રાજકોટના આ પ્રકરણમાં ભાજપના ધારાસભ્ય અને પુર્વ મંત્રી ગોવિંદભાઈ પટેલે જ તોપમારા જેવા આક્ષેપો કર્યા હતા.

ગોવિંદ પટેલે ગત તા.2 ફેબ્રુઆરીના રોજ ગૃહ રાજયમંત્રી હર્ષ સંઘવીને એક પત્ર લખીને પછી તે પત્ર જાહેર કર્યો હતો જેમાં રૂા.15 કરોડના હવાલામાં તત્કાલીક સીપીએ કમીશનના રૂા.75 લાખ માંગ્યા હોવાનું તથા આ સમગ્ર પ્રકરણમાં રાજકોટ ક્રાઈમ બ્રાન્ચના તત્કાલીન પીઆઈ વી.કે.ગઢવી સહિતના પોલીસ કર્મચારીની ભૂમિકા તથા તેઓ સીપી વતી આ ખંડણી નેટવર્ક ચલાવતા હોવાનો આક્ષેપ થયો હતો. સાંસદ રામભાઈ મોકરીયાએ પણ ગોવિંદભાઈ પટેલના આક્ષેપોને સમર્થન આપ્યું હતું. બાદમાં અધિક મુખ્ય ગૃહ સચીવ રાજકુમારે સમગ્ર પ્રકરણમાં પ્રાથમીક રીપોર્ટ મેળવ્યા બાદ આ પ્રકરણની તપાસ માટે મેડી. ડીજીપી વિકાસ સહાયને તપાસ સોંપી હતી અને અગ્રવાલની જૂનાગઢ નજીકના ચોકીની પોલીસ ટ્રેનીંગ કોલેજના પ્રિન્સીપલ બનાવી દેવાયા હતા

- Advertisement -

જે બાદ સહાયનો રીપોર્ટ ડીજીપી આશિષ ભાટીયાને સુપ્રત કરી દેવાયા હોય તેવું માનવામાં આવે છે. જેમાં અગ્રવાલ સામેના આક્ષેપોમાં ‘પુરાવાનો અભાવ’ હોવાનું જણાવાયું છે અને રાજય સરકારે પણ આ રીપોર્ટ સ્વીકારી મનોજ અગ્રવાલને કલીન ચીટ આપી છે. જો કે આ પ્રકરણમાં જે અન્ય પોલીસ કર્મચારીઓ અંગે કોઈ જાહેરાત થઈ નથી પણ અગ્રવાલ માટે હવે ફરી ફિલ્ડમાં આવવાનો સમય આવી ગયો છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular