Monday, December 23, 2024
Homeરાજ્યજામનગર24 દિવસમાં 58, એક દિવસમાં 43 ઢોર પકડાયા!!

24 દિવસમાં 58, એક દિવસમાં 43 ઢોર પકડાયા!!

- Advertisement -

જામનગર મહાનગરપાલિકા દ્વારા રસ્તે રઝળતી ગાયોને પકડી લેવા માટેની વિશેષ ઝુંબેશ અંતર્ગત જુદી જુદી ચાર ટુકડીઓ દ્વારા રાઉન્ડ ધ ક્લોક દિવસ રાત ઢોર પકડવા માટેની ઝુંબેશ હાથ ધરાઇ છે. ચાલુ માસ દરમિયાન 24 દિવસમાં 101 રસ્તે રઝળતા ઢોરને પકડી લઈ ઢોરના ડબ્બામાં પૂરી દેવામાં આવ્યા છે.

- Advertisement -

હાલમાં જુદી જુદી બે સિફ્ટમાં અલગ અલગ ચાર ટીમ શહેરી વિસ્તારમાં રસ્તે રઝળતી ગાયોને પકડવા માટેની કામગીરી ચલાવી રહી છે. મહાનગરપાલિકાના કમિશનર વિજયકુમાર ખરાડી દ્વારા ખાનગી ઢોરના માલિકો ને પોતાના ઢોર રસ્તે રઝળતા નહીં મૂકવા માટેની આખરી ચેતવણી આપવામાં આવી હતી અને જો પશુઓ રસ્તા પર રખડતા મળી આવશે તો માલિકો વિરૂધ્ધ કડક કાર્યવાહીની ચેતવણી આપ્યા બાદ પણ પશુઓ હજુ રસ્તાઓ પર રખડતા જોવા મળી રહ્યા છે. ત્યારે કમિશનર દ્વારા ઢોર પકડવા માટેે સુનિલ ભાનુશાળી, રાજભા ચાવડા, તેમજ યુવરાજસિંહ ઝાલા નામના ત્રણ કર્મચારીઓની નિમણૂંક કરી દેવામાં આવી છે. જે કર્મચારીઓની ટીમ દ્વારા આજે વહેલી સવારથી શહેરના જુદા જુદા વિસ્તારોમાં ખાનગી ઢોરના માલિકોને આખરી ચેતવણી આપવામાં આવી છે. અને તેમ છતાં પણ તેઓના ઢોર રસ્તે રઝળતા જોવા મળશે તો ઢોરને પકડી લઈ ડબ્બામાં પૂરી દેવામાં આવશે. ત્યારબાદ ઢોર માલિક સામે પોલીસ ફરિયાદની કાર્યવાહી પણ કરાશે તેવી આખરી ચેતવણી આપી દેવાઇ છે. જામનગર શહેરમાંથી છેલ્લાં 24 દિવસ દરમિયાન માત્ર 58 ઢોર પકડવામાં આવ્યાં હતાં અને ગઈકાલના દિવસે એક જ દિવસમાં 43 ઢોર પકડવામાં આવતા આમ કુલ 25 દિવસમાં 101 ઢોર મહાનગરપાલિકા દ્વારા પકડી લેવામાં આવ્યાં છે અને વર્ષ દરમિયાન કુલ 1229 ઢોરને પકડવામાં આવ્યાં છે તથા 745 ઢોર અમદાવાદ સ્થિત ગોપાલકૃષ્ણ જનકલ્યાણ સેવા ટ્રસ્ટ પાંજરાપોળમાં મોકલી દેવામાં આવ્યાં છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular