ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ-જામનગર સંચાલિત હાપા માર્કેટિંગ યાર્ડમાં આજરોજ જીરૂની જાહેર હરરાજી દરમિયાન સૌરાષ્ટ્રમાં અત્યાર સુધીમાં રેકોર્ડબ્રેક ભાવ બોલાયા હતાં. 20 કિલોગ્રામના રૂા. 4730 ભાવ બોલાતા ખેડૂતોમાં ખુશીનો માહોલ છવાયો હતો. લાલપુર તાલુકાના પાલાભાઇ ગોગનભાઇ જીરુની હરરાજીમાં વેચાણ અર્થે જીરૂ લઇને યાર્ડમાં આવ્યા હતાં. જેમાં સૌરાષ્ટ્રમાં સૌથી ઉંચા ભાવ 20 કિલો (એક મણ)ના રૂા. 4730 બોલાયા હતાં. 1594 કિલો વજનની કુલ 31 ગુણીના ભાવ સૌરાષ્ટ્રમાં સૌથી ઉંચા રહ્યાં હતાં. આજરોજ યાર્ડમાં કુલ 1308 ગુણી જીરૂની આવક થઇ હતી.