યુક્રેન તેના સ્વતંત્રતા દિનની ઉજવણી કરી રહ્યુ છે ત્યારે રશિયાએ ટ્રેન પર કરેલા હુમલામાં 52ના મોત થયા છે. રશિયાનો દાવો છે કે આ હુમલો અમે પૂર્વી સરહદે લશ્કરને લઈ જતી ટ્રેન પર કર્યો છે. તેમા 53ના મોત નીપજ્યા છે.
રશિયાના સંરક્ષણ મંત્રાલયે જણાવ્યું હતું કે તેના દળોએ મિલિટરી ટ્રેનને ટાર્ગેટ બનાવવા માટે ઇસ્કંદર મિસાઇલનો ઉપયોગ કર્યો છે. આ ટ્રેન યુક્રેનના લશ્કરી દળો અને સાધનસામગ્રીને પૂર્વી યુક્રનેમાં લઈ જઈ રહી હતી. રશિયાના સંરક્ષણ મંત્રાલયનો દાવો છે કે અમે 200થી વધુ યુક્રેનિયન સૈનિકોને આ હુમલામાં ખતમ કર્યા છે. રશિયાએ આ જોરદાર હુમલો યુક્રેનના ચેપલીન શહેરના રેલ્વે સ્ટેશન પર કર્યો છે. જિનિવામાં માનવ અધિકાર કાર્યકર મિશેલ બેશલેટે જણાવ્યું હતું કે રશિયાના પ્રમુખ પુટિનના દળો અકલ્પનીય રીતે ભયાવહ સ્થિતિનું નિર્માણ કરી રહ્યા છે. તેમણે પુતિનને સશસ્ત્ર હુમલો રોકવા હાકલ કરી હતી.
યુદ્ધમાં અત્યાર સુધીમાં રશિયાના 70 હજારથી વધારે સૈનિકો માર્યા ગયા હોવાનું કહેવાય છે. એક રીતે જોઈએ તો રશિયાએ દર મહિને બાર હજાર સૈનિકો ગુમાવ્યા છે. તેની સામે યુક્રેને દસથી બાર હજારો સૈનિકો જ ગુમાવ્યા હોવાનું કહેવાય છે. આમ રશિયાના પક્ષે ખુવારી જબરજસ્ત છે. આ ખુંવારીની તેણે કલ્પના પણ નહી કરી હોય. પુતિનને 40 હજાર સૈનિકો ગુમાવવાની અપેક્ષા હતી, તેના કરતાં આ બમણી ખુવારીની નજીક રશિયા પહોંચી ગયું છે અને હજી પણ યુદ્ધનો અંત નથી.