ભાટિયામાં છેલ્લાં ઘણાં સમયથી મેઘરાજાએ વિરામ લીધો છે. પરંતુ સતત ગંદા પાણી રસ્તા પર રહેતાં હોય ગ્રામજનો પરેશાનીનો સામનો કરી રહ્યા છે. આ અંગે ગ્રામપંચાયત કઠોર નિર્ણયો લે તેવી લોકમાંગ ઉઠી છે.
ભાટિયામાં મેઘરાજાનો વિરામ છે પરંતુ બિનબાદલ વરસાદ સતત રસ્તા ઉપર વહી રહ્યો છે. ભાટિયાના સ્ટેશન રોડથી શરૂ થતી આ કૃત્રિમ નદી તળાવમાં સતત ગંદા પાણી વહેતા રહે છે. ગ્રામજનોએ પંચાયતોને મૌખિક જાણ કરી હોવા છતાં આજ દિવસ સુધી ગ્રામ પંચાયત દ્વારા કોઇ પગલાંઓ ભરવામાં આવ્યા નથી. જે ઘોર બેદરકારી બતાવે છે.
તાલુકાને જોડતો આ એક મુખ્ય માર્ગ છે. મામલતદાર, ટીડીઓ વગેરે સંબંધિત ઓફિસર સવાર-સાંજ આ જ માર્ગ પરથી આવાગમન કરતાં હોય છે. પરંતુ, તેઓ દ્વારા કોઇપણ ગંભીરતા દાખવવામાં આવી નથી. રોડ-રસ્તા, લાઈટ, એસટી, રેલ સુવિધા, ગંદકી સફાઈ વગેરે મુદ્દે ભાટિયા ગ્રામ પંચાયતની નવી બોડીએ ગ્રામજનોની આશા ઉપર પાણી ફેરવી દીધું છે. આથી વહેલી તકે વિવિધ મુદ્ે ગ્રામ પંચાયત આગળ આવી લોકઉપયોગી કઠોર નિર્ણયો લે તેમ ગ્રામજનોમાં માંગ ઉઠી છે.