જામનગર મહાનગરપાલિકા દ્વારા આગામી ગણેશ મહોત્સવને ધ્યાને રાખીને શહેરમાં બે જગ્યાએ ગણેશ વિસર્જન કુંડ ની કામગીરી નું તેમજ હાપા શેલટર હોમની ખાતે સ્થળ નિરીક્ષણ નવનિયુક્ત નાયબ કમિશનર બી.એન.જાની દ્વારા કરવામાં આવ્યું હતું.
જામનગર મહાનગરપાલિકા દ્વારા ગણેશ ઉત્સવ બાદ મૂર્તિ વિસર્જન માટે વિઘ્નહર્તાની પ્રતિમાનું ખંડન ન થાય તેમજ ધાર્મિક આસ્થા ને હાનિ ન પહોંચે તે માટે પ્રતિવર્ષ વિસર્જન કુંડ તૈયાર કરવામાં આવે છે , આ વર્ષે પણ રાજકોટ હાઈવે ટીપી સ્કીમ પ્લોટ નંબર 47 અને ટીપી સ્કીમ પ્લોટ નંબર 67/1 રાધિકા સ્કૂલ થી હાપા માર્કેટિંગ યાર્ડ પાસે ગણેશ વિસર્જન કુંડ ની કામગીરી હાલ તૈયારી હેઠળ હોય આ બંને જગ્યાએ નાયબ કમિશનર બી.એન.જાની દ્વારા સ્થળ નિરીક્ષણ કરી ગણેશ વિસર્જન કુંડ ની કામગીરી યોગ્ય રીતે થાય આગામી વિધ્નહર્તાના વિસર્જન નિમિત્તે યોગ્ય વ્યવસ્થા જળવાઈ રહે તે માટે જરૂરી સલાહ પ્રોજેક્ટ & પ્લાનીંગ વિભાગ ના ઇજનેર રાજીવ જાની અને તેમની ટીમને આપવામાં આવી હતી.
ઉપરાંત હાપા શેલટર હોમ ખાતે પણ નાયબ કમિશનર દ્વારા સ્થળ નિરીક્ષણ કરવામાં આવ્યું હતુ શેલટર હોમ ની મુલાકાત લઇ અહીં પ્રોપર પ્લાનિંગથી કામગીરી કરવા માટે તેમજ યોગ્ય વ્યવસ્થા જળવાઈ રહે તે માટે ની સૂચના ઇજનેર અશોક જોષી ને આપવામાં આવી હતી, તેમJMC મીડિયા ઇન્ચાર્જ અમૃતા ગોરેચાની યાદીમાં જણાવ્યું છે.