Wednesday, December 25, 2024
Homeરાજ્યજામનગરજામનગર જિલ્લામાં 12 જૂગાર દરોડામાં 23 મહિલા સહિત 75 શખ્સ ઝડપાયા

જામનગર જિલ્લામાં 12 જૂગાર દરોડામાં 23 મહિલા સહિત 75 શખ્સ ઝડપાયા

- Advertisement -

કાલાવડ તાલુકાના રવસિયા ગામની સીમમાં લાઈટના અંજવાળે જૂગાર રમતા સાત શખ્સોને પોલીસે રૂા.21,700 ની રોકડ સાથે ઝડપી લઇ આગળની કાર્યવાહી હાથ ધરી હતી. જામનગર તાલુકાના દડિયા ગામમાં તીનપતિનો જૂગાર રમતા છ શખ્સોને પોલીસે રૂા.16,240 ની રોકડ સાથે ઝડપી લીધા હતાં. જામજોધપુર તાલુકાના શેઠવડાળામાંથી જૂગાર રમતા પાંચ શખ્સોને રૂા.13,250 ની રોકડ રકમ સાથે ઝડપી લઇ આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

- Advertisement -

જામનગર તાલુકાના ખોજાબેરાજા ગામમાંથી રોનપોલીસનો જૂગાર રમતા ત્રણ શખ્સોને રૂા.11310 ની રોકડ સાથે ઝડપી લઈ આગળની કાર્યવાહી હાથ ધરી હતી. જામજોધપુર ગામમાં તીનપતિનો જૂગાર રમતા આઠ મહિલાઓને પોલીસે રૂા.11270 ની રોકડ સાથે ઝડપી લીધી હતી. જામનગર તાલુકાના દરેડ ગામમાં ઈન્દીરા વાસ મેઈન ચોક વાળી ગલીમાં તીનપતિનો જૂગાર રમતા છ શખ્સોને રૂા.11100 ની રોકડ રકમ સાથે ઝડપી લીધા હતાં.

જૂગાર દરોડાની વિગત મુજબ, પ્રથમ દરોડો કાલાવડ તાલુકાના રવસિયા ગામની સીમમાં ડુંગરની જાળમાં સ્ટ્રીટલાઈટના અંજવાળે તીનપતિનો જૂગાર રમતા દેવેન્દ્રસિંહ ઉર્ફે દેવુભા ગુણવંતસિંહ જાડેજા, સોહિલ હાસમ સમા, મહેબુબ ગુલશાહ શેખ, જેસા કુંભા ટારિયા, રાજુ લખધીર વીંજાણી, પુંજા નુરજી રાઠોડ અને જેન્તી કેશવજી નારિયા નામના સાત શખ્સોને કાલાવડ ગ્રામ્ય પોલીસે રેઈડ દરમિયાન રૂા.21,700 ની રોકડ રકમ અને ગંજીપના સાથે ઝડપી લીધા હતાં.

- Advertisement -

બીજો દરોડો, જામનગર તાલુકાના દડિયા ગામમાં તીનપતિનો જૂગાર રમતા ભરત માયા ચૌહાણ, અમિત જસા વારસાકિયા, જયેશ સોમા ચૌહાણ, ખીમજી આલા યાદવ, સુરેશ રામજી ચૌહાણ અને પ્રવિણ રામજી ચૌહાણ નામના છ શખ્સોને પોલીસે રેઈડ દરમિયાન રૂા.16240 ની રોકડ રકમ અને ગંજીપના સાથે ઝડપી લીધા હતાં.

ત્રીજો દરોડો, જામજોધપુર તાલુકાના શેઠવડાળા ગામમાં જાહેરમાં સ્ટ્રીટલાઈટના અંજવાળે જૂગાર રમતા દેવજી વાલજી વાઘેલા, હસમુખ નાથા વાઘેલા, મહેશ કરશન મકવાણા, દિનેશ ગોવિંદ મકવાણા, રાહુલ કરશન મકવાણા નામના પાંચ શખ્સોને રૂા.13250 ની રોકડ રકમ અને ગંજીપના સાથે ઝડપી લીધા હતાં.

- Advertisement -

ચોથો દરોડો, જામનગર તાલુકાના ખોજા બેરાજા ગામમાં પીર ચોકમાં રોનપોલીસનો જૂગાર રમતા લાખા રુખડ બોસરીયા, કરીમ હબીબ જુનાળુ, ભૂપત દામજી સોલંકી નામના ત્રણ શખ્સોને રૂા.11310 ની રોકડ રકમ સાથે દબોચી લઇ આગળની કાર્યવાહી હાથ ધરી હતી. પાંચમો દરોડો, જામજોધપુર ગામમાં તીનપતિનો જૂગાર રમતા આઠ મહિલાઓને પોલીસે રૂા.11270 ની રોકડ સાથે ઝડપી લીધી હતી.

છઠો દરોડો, જામનગર તાલુકાના દરેડ ગામમાં ઈન્દીરા વાસ મેઈન ચોક વાળી ગલીમાં તીનપતિનો જૂગાર રમતા ભીમા ગાંડા મકવાણા, ડાયા ભીમા જાદવ, સોમા નાજા રાઠોડ, મચ્છા અમરા ગોહિલ, ભોજા અમરા ગમારા, ધીરા માંડા સીંધવ નામના છ શખ્સોને પોલીસે રૂા.11100 ની રોકડ રકમ અને ગંજીપના સાથે ઝડપી લીધા હતાં.

સાતમો દરોડો, જામજોધપુરમાં રામવાડી વિસ્તારમાં તીનપતિનો જૂગાર રમતા સાત મહિલાઓને પોલીસે રૂા.10250 ની રોકડ સાથે ઝડપી લીધા હતાં. આઠમો દરોડો, જામનગર તાલુકાના સીક્કા ગામમાં આવેલી શ્રીજી સોસાયટીમાંથી તીનપતિનો જૂગાર રમતા લક્ષ્મણ ગંગારામ સેદરિયા, લાલજી બાબુ દાવદ્રા, ઈમરાન ગંઢ અને બે મહિલા સહિત પાંચ શખ્સોને રૂા.10300 ની રોકડ રકમ અને ગંજીપના સાથે ઝડપી લઇ આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

નવમો દરોડો, જામનગરના ખોડિયાર કોલોની વિસ્તારમાં જાહેરમાં તીનપતિનો જૂગાર રમતા મુકેશ નારણ નંજાર, મુળજી આલા સીંચ, જયેશ નારણ નંજાર અને ત્રણ મહિલા સહિત છ શખ્સોને સિટી સી ડીવીઝન પોલીસે રેઈડ દરમિયાન રૂા.10150 ની રોકડ રકમ અને ગંજીપના સાથે ઝડપી લીધા હતાં.

દશમો દરોડો, જામનગરના ગોકુલનગર વિસ્તારમાં જૂગાર રમતા પ્રવિણ કેશુર વસરા, દેવશી ફોગા કરમુર, કિશન રાજશી કેસરિયા, નરેશ રાજશી ડાંગર, રમેશ માલદે બોદર, સામત ગોવા બંધિયા સહિતના છ શખ્સોને રૂા.10380 ની રોકડ અને ગંજીપના સાથે ઝડપી લીધા હતાં.

અગિયારમો દરોડો, જામનગર શહેરમાં ઈદ મસ્જિદ પાસે જૂગાર રમતા સમીર સાદીક સુમરા, કયુમ ઉર્ફે સોહિલ સાદીક સુમરા, કિરણ ઘનશ્યામ ધાંધલ, કાદર મામદ મોવળ, સબીર મામદ ધમારિયા, જાહિદ મહમદ આમરોલિયા, કાસમ સામદ સુમરા નામના સાત શખ્સોને રૂા.12220 ની રોકડ રકમ સાથે ઝડપી લીધા હતાં.

બારમો દરોડો, જામનગરના જૂના રેલવે સ્ટેશન પાસે વેલનગરમાંથી જૂગાર રમતા ભરત હેમંત કોલાદર, જેન્તી જેસીંગ રાઠોડ, મનોજ અશોક પરમાર, વિશાલ કાનજી પાડલિયા અને ત્રણ મહિલા સહિત સાત શખ્સોને રૂા.10550 ની રોકડ સાથે ઝડપી લઈ આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular